News of Saturday, 17th August 2024
તૈયાર બીલ્ડીંગોના કંમ્પલીશન સર્ટી રોકતી ટીપી શાખા : જુના પ્લાનમાં નવા વાંધાથી રોષ
મનપાના પદાધિકારીઓને ઉગ્ર રજુઆત : મુખ્યમંત્રીને પણ મળવા જવાનો ગોઠવાતો તખ્તો

રાજકોટ, તા., ૧૭: મનપામાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ટીપીોઅ સાગઠીયાને સ્થાને ઇન્ચાર્જ ટીપીઓ તરીકે એસ.એમ.પંડયાની નિયુકતી કરાઇ હતી. હાલ ટીપી બ્રાન્ચ દ્વારા શહેરના અનેક તૈયાર બિલ્ડીંગના કંમ્પલીશન અટકાવાતા ભારે દેકારો મચી જવા પામ્યો છે.
ટીપી બ્રાન્ચે અગાઉ મંજુર કરેલા પ્લાન મુજબ નિર્મિત બિલ્ડીંગોમાં વાંધા કાઢવાનું શરૂ કરતા સામાન્યજન તથા બિલ્ડરોમાં ઉહાપોહ ઉભો થયો છે અને મનપાના પદાધિકારીઓ સુધી ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. ઉપરાંત વોર્ડ વાઇઝ ડેટા સાથે મુખ્યમંત્રીને આગામી દિવસોમાં મળવાનો તખ્તો ગોઠવાઇ રહયાનું પણ જાણવા મળ્યું છે. અગિ્નકાંડની ઘટના બાદ માંડ-માંડ પ્લાન પાસ થતા બાંધકામની ગાડી પાટી ચડી રહી છે. તેવામાં વાંધા આવતા ફરી રોટેશન બગડવાની ભીતી ઉભી થવા પામી છે. ઉપરાંત ઇન્ચાર્જ ટીપીઓ રૂડાની ઓફીસે જ બેસતા હોવાની અને મનપામાં ન આવતા હોવાની રાવ પણ ઉઠવા પામી છે.
(4:39 PM IST)










