News of Saturday, 17th August 2024
કેન્દ્ર સરકાર ડોકટરો પર થતાં હુમલા માટે કડક કાયદાની જાગવાઇ તાત્કાલીક કરેઃ રાજાણી

રાજકોટઃ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ કલકત્તામાં આર.જી. કર મેડિકલ કોલેજમાં ટ્રેની મહિલા તબીબ પર બેરહમીથી બળાત્કાર ગુજારી તબીબને જાનથી મારી નાખવાની જે ઘટના બની છે તેના સમગ્ર ભારતમાં ઘેરા પડઘા પડ્યા છે મહિલા તબીબ સાથે કરેલ જધન્ય કૃત્યને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ સખ્ત શબ્દોમાં વખોડે છે.
રાજ્યમાં નારી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાવો ના નારા વચ્ચે ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે બંને સરકાર દ્વારા કાયદામાં ગુંડાઓ સામે કડક પગલાં ભરવા જોઈઍ અને તાત્કાલિક ડોક્ટર ની સલામતી માટેના જરૂરી પગલાં ભરવા ઘટે. ડોક્ટર ઍ સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા ઍક શિક્ષિત વ્યક્તિ છે અને ગોડ ગણાય છે. ત્યારે ખાનગી કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની સલામતી પૂરતી પ્રમાણમાં હોવી જોઈઍ અને ભારત સરકાર ડોક્ટરો પર થતા હુમલાની ઘટનામાં કડક કાયદાકી જોગવાઈ કરે જે પગલે દર્દીઓને પણ પરેશાની નો સામનો કરવો ન પડે આ પ્રકારની ઘટના માં સંડોવાયેલા ગુંડાઓને તાત્કાલિક સબક મળે અને દાખલા રૂપ સજા પણ મળવી જોઈઍ તેમ અંતમાં અતુલ રાજાણી ની યાદીમાં જણાવાયું છે.(૨.૨૮)
(4:41 PM IST)










