<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

જલારામ સોસાયટીના વૃદ્ધા રસિલાબેન માકડીયાને રિક્ષાગેંગનો ભેટો: ૪૫ હજારની સોનાની બંગડી ચોરી લેવાઈ: ગાંધીગ્રામમાં ફરિયાદ

રાજકોટ: મુસાફરને રિક્ષામાં બેસાડી દાગીના રોકડ કે ફોન ચોરી લઈ સેરવી લઈ બાદમાં મુસાફરને ઉતારી મૂકી ગઠિયો રીક્ષા ચાલક અને સાગરીતો ભાગી જતા હોવાના બનાવમાં વધુ એકનો ઉમેરો થયો છે. ઇન્દિરા સર્કલ પાસે જલારામ સોસાયટી-૨માં ગેગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા રસિલાબેન ખીમજીભાઈ માકડિયા (ઉ.વ.૬૫) રીક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેની નજર ચૂકવી રૂા. ૪૫ હજારની કિંમતની સોનાની બંગડી ચોરી લીધી હતી.

આ બનાવની જાણ વૃદ્ધા રસિલાબેન માકડીયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કરતા પીઆઇ સી.એચ.જાદવની રાહબરીમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. રસિલાબેન ગઇ તા. ૧૫ના પાડોશી મીનાબેન સાથે હવેલીએ દર્શન કરવા માટે નીકળ્યા હતાં. ત્યારે બનાવ બન્યો હતો. ડી.સ્ટાફની ટીમે ફૂટેજ મેળવવા સહિતની તજવીજ હાથ ધરી છે.

(10:38 AM IST)