<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

આજી વસાહત ખોડિયારપરામાં એલસીબી ઝોન-૧ ટીમનો દરોડો: ૫૧ હજારના દારૂ સાથે રાધે પકડાયો: ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં પીએસઆઇ બી.વી.બોરીસાગર, વિજેન્દ્રસિંહ ઝાલાની ટીમનો દરોડો: મનરૂપગીરી તથા હિતેશભાઈ પરમારની બાતમી

રાજકોટ: તહેવાર ટાણે બુટલેગરો પર પોલીસે ધોસ બોલાવવાનું યથાવત રાખ્યું છે. આજી વસાહતમાં ખોડીયારપરામાં રહેતાં જીતેન્દ્ર ઉર્ફે રાધે ગોવિંદભાઈ મકવાણા (ઉ.વ. ૩૩)ને એલસીબી ઝોન - ૧ની ટીમે રૂા. ૫૧ હજારની કિંમતની દારૂની ૧૦૨ બોટલ સાથે પકડી લીધો હતો. આરોપી અગાઉ દારૂના ત્રણ ગુનામાં સંડોવાઈ ચુક્યો છે.

 પોલીસ કમીશ્નર  બ્રજેશ કુમાર ઝા તથા એડી.પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૧ સજજનસિંહ પરમારએ દારૂ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના આપી હોઇ જે અન્વયે પીએસઆઇ બી.વી.બોરીસાગર તથા એલ.સી.બી.ઝોન-૧ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ મનરૂપગીરી ગોસ્વામી તથા પો.કોન્સ હિતેશભાઇ પરમારને મળેલી બાતમી પરથી  ખોડીયારપરા શેરી નં-૭, જાહેર શૌચાલય સામે આજી વસાહત વિસ્તારમાં દરોડો પાડી જીતેન્દ્ર ઉર્ફે રાધે ગોવિંદભાઇ મકવાણા હસ્તકની રેહણાંક ઓરડીમાંથી રોયલ ચેલેન્જર્સ, ઓલ સસીઝન અને મેકડોવેલ્સ બ્રાન્ડનો ૫૧,૦૦૦નો દારૂ કબ્જે કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ શખ્સ છૂટક મજૂરી કરે છે.

આ કામગીરી પીએસઆઇ બી.વી.બોરીસાગર તથા વિજેન્દ્રસિંહ ઝાલા તથા જીતુભા ઝાલા તથા મનરૂપગીરી ગૌસ્વામી તથા ધર્મરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ હિતેશભાઇ પરમાર તથા રવીરાજભાઈ પટગીર તથા સત્યજીતસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ જાડેજા એલ.સી.બી. ઝોન-૧ ટીમ રાજકોટ શહેર

(10:39 AM IST)