News of Monday, 19th August 2024
પ્રાથમિક શાળા નં. ૧૯ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીઃ બાળકોએ કૃતિઓ રજૂ કરી

રાજકોટ : શ્રી જે. જે. પાઠક પ્રા. શાળા નં. ૧૯ માં સ્વાતંત્ર્ય દિવસે ધ્વજવંદન શહેર ભાજપ પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરના હસ્તે કરવામાં આવેલ. આ પર્વમાં વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, વર્ષાબેન પાંધી, ભાજપ વોર્ડ નં. ૭ ના વોર્ડ પ્રમુખશ્રી કૌશિકભાઇ ચાવડા, કિશાન મોરચા કોષાધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા, ડેનિશભાઇ આડેસરા (બૌધિક સંયોજક) એસએમએસી અધ્યક્ષ અલ્પાબેન કિરીટભાઇ પાંધી તેમજ શાળાના આચાર્ય શાંતિલાલ પેઢડીયા, તથા સમગ્ર શિક્ષકગણ સ્ટાફ તથા કેજીબીવી સંસ્થાના કર્મચારીઓ દિકરીઓ, વાલીશ્રીઓ તથા બાળકોની હાજરીમાં રાષ્ટ્રીય પર્વની સરસ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી તેમજ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહીત કરવા વોર્ડ પ્રમુખ કૌશિકભાઇ ચાવડા, કિરીટભાઇ પાંધીના હસ્તે ઇનામો આપવામાં આવેલ. કાર્યક્રમનાં અંતે કોમલબેન અકબરીએ આભાર વિધિ કરેલ.
(10:50 AM IST)










