News of Monday, 19th August 2024
રાજકોટ જીલ્લામાં જૂગારના અડધો ડઝન દરોડાઃ ૩૪ પતાપ્રેમી પકડાયા, ૩ નાસી ગયા
જામકંડોરણાના ચરેલ ગામે ૧૦, ધોરાજીના તોરણીયા ગામે ૩ પકડાયા અને ૩ છનન, ધોરાજીમાં ૩, જેતપુરના વાડાસડામાં ૬, ગોંડલમાં ૭, અને લોધીકામાં રાજકોટના પ બાજીગરો પકડાયા

રાજકોટ તા. ૧૯ :.. જીલ્લામાં જૂગારના હાટડાઓ ઉપર પોલીસની ધોંસ સતત ચાલુ છે. જીલ્લામાં અલગ અલગ અડધો ડઝન દરોડોમાં ૩૪ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા જયારે ૩ શખ્સો છનન થઇ ગયા હતાં.
પ્રથમ દરોડોમાં જામકંડોરણા પોલીસે ચરેલ ગામે સોસાયટી વિસ્તારમાં ઇશ્વરભાઇ બાવનદાસ અગ્રાવતના મકાન પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) ઇશ્વર બાવનદાસ અગ્રાવત ધંધો મજૂરી, (ર) હરપાલસિંહ વનરાજસિંહ ચુડાસમા ધંધો ખેતી (૩) હરપાલસિંહ ચંદુભા જાડેજા ધંધો ખેતી (૪) યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા ધંધો ખેતી (પ) જગદીશસિંહ વિક્રમસિંહ જાડેજા, ધંધો ખેતી (૬) વિક્રમસિંહ મધુભા જાડેજા ધંધો ખેતી (૭) વિજયસિંહ પ્રતાપસિંહ જાડેજા ધંધો ખેતી (૮) ભવદીપસિંહ કુંવરસિંહ જાડેજા ધંધો ખેતી (૯) ક્રિપાલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા ધંધો ખેતી (૧૦) મજબૂતસિંહ પ્રવિણસિંહ જાડેજા ધંધો ખેતી રહે. તમામ ચરેલ ગામને રોકડા રૂા. ૧૬,૬૮૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
બીજા દરોડોમાં ધોરાજી તાલુકા પોલીસ તોરણીયા ગામે જૂનો ફરેણી રોડ પર વળાંક પાસે રેઇડ કરી ઝાડ નીચે જાહેરમાં જૂગાર રમતા (૧) નરેશ રામજીભાઇ મકવાણા ધંધો મજૂરી, (ર) ચંદુ અમરાભાઇ પરમાર ધંધો મજૂરી તથા (૩) અમરશી મંગાભાઇ ચુડાસમા ધંધો ખેત મજૂરી રહે. તોરણીયાને રોકડ રૂા. ૩૯પ૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. જયારે રમેશ સવજીભાઇ ચુડાસમા, પ્રવિણભાઇ દેવાભાઇ ચુડાસમા, તથા વિપુલ કાળુભાઇ મકવાણા, રે. ત્રણેય તોરણીયા ગામ નાસી છૂટતા શોધખોળ હાથ ધરાઇ છે.
ત્રીજા દરોડામાં ધોરાજી સીટી પોલીસે ધોરાજી જમનાવાડ રોડ અપુર્વ સ્કુલ પાસે રોડ પર રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સલીમમીયા માદરમીંયા કાદરી ધંધો મજુરી તથા (ર) રહીમઅલી ખ્વાજામોઇન કાદરી ધંધો મજુરી રહે. બંન્ને ધોરાજી બહારપુરા પાંચપીરની વાડી હનીફા મસ્જીદ પાછળની શેરી તથા (૩) સરફરાજ યુસુફભાઇ અગવાડ ધંધો મજુરી રહે. ધોરાજી દરબારગઢ લાખાપીરની દરગાહ પાસે રોકડા રૂા. ૨૦૨૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
ચોથા દરોડામાં જેતપુર તાલુકા પોલીે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) કિરીટ લાલસીંગભાઇ ચૌહાણ ધંધો ખેતી (રા અજય હીતેષભાઇ ચૌહાણ ધંધો ખેતી (૩) રોહીત રાજેશભાઇ ચૌહાણ ધંધો ડ્રાઇવીંગ (૪) દીલીપ લાસીંગભાઇ ચૌહાણ ધંધો ખેતી (પ) રાજેશ ગીગાભાઇ ખોડા ધંધો મજુરી રહે. તમામ વાડસડા તા.જેતપુર અને (૬) પ્રકાશ ભુપતભાઇ વાઘેલા રે. દેવળકી તા. વડીયાને રોકડા રૂા. ૧ર,૪૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પાંચમાં દરોડામાં ગોંડલ બી ડીવીઝન પોલીસે ઉમવાડા બ્રીજ નજીક સાત ટાંકીની સામેની સાઇડમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) તુષાર રમેશભાઇ પરમાર ધંધો દરજીકામ (ર) મહાવીરસિંહ અજીતસિંહ મકવાણા ધંધો વેપાર (૩) જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઇ ભીમજીભાઇ વાળા ધંધો નોકરી (૪) મનીષ મનુભાઇ વાગડીયા ધંધો મજુરી (પ) વિશાલ જાદવ ધંધો મજુરી (પ) રાજુ સામતભાઇ જીંજરીયા ધંધો ડ્રાઇવીંગ તથા (૭) શરદ જયંતીલાલ ખગ્રામ ધંધો મજુરી રહે. ગોંડલ આશાપુરા સોસાયટી પટેલ બોર્ડીગ પાસેને રોકડા રૂા. ૧૬ર૩૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
છઠ્ઠા દરોડામાં લોધીકા પોલીસે રેઇડ કરી ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા (૧) મુકેશ બાવાભાઇ રૈયાણી ધંધો ખેતી રહે. રાજકોટ બાપા સીતારામ ચોક જસરાજનગર-૧ (ર) શૈલેષ બાવાભાઇ રૈયાણી ધંધો ખેતી રહે. રાજકોટ બાપા સીતારામ ચોક જસરાજ નગર-૧ (૩) ગીરીશ મનજીભાઇ મોરડ ધંધો ઇલેકટ્રીક રહે. રાજકોટ ૮૦ ફુટ રોડ કૈલાશનગર-૧ (૪) ગીરધર નાથાભાઇ સાવલીયા ધંધો મજુરી રહે. રાજકોટ અમરનગર શેરી નં. ર તથા (પ) હસમુખ ગોબરભાઇ ફળદુ ધંધો મજુરી રહે. રાજકોટ માયાણીનગર શેરી નં. ૪ ને રોકડા રૂા. ૧૧,ર૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
(11:50 AM IST)










