News of Monday, 19th August 2024
સિવિલ હોસ્પિટલમાંથી બે બાઇક ચોરીને ફેરવતા જોડીયાના સાજીદને ઝડપી લેવાયો
એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કામગીરીઃ શક્તિસિંહ ગોહિલ અને ધર્મરાજસિંહ ઝાલાની બાતમી

રાજકોટ તા. ૧૯: શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે બાઇકની ચોરી થઇ હતી. આ વાહન ચોરીઓનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી જોડીયા નાનાવાસમાં રહેતાં સાજીદ ઉર્ફ શાહીદ નુરમામદ પરમલ (ઉ.વ.૩૬)ને પકડી ૨૬ હજારના બે બાઇક કબ્જે લીધા છે. આ શખ્સ અગાઉ જોડીયામાં માદક પદાર્થ અને મારામારીના ગુનામાં સંડોવાઇ ચુક્યો છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે શક્તિસિંહ ગોહિલ અને ધર્મરાજસિંહ ઝાલાની બાતમી પરથી સાજીદને રેલનગર રોડ પરથી એક બાઇક સાથે પકડી લેવાયો હતો. આકરી પુછતાછ થતાં તેણે સિવિલ હોસ્પિટલ પાર્કિંગમાંથી કુલ બે બાઇક ચોરી કર્યાનું કબુલતાં ધરપકડ કરી વાહન કબ્જે લેવાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, ધર્મરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ રાણા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયાએ આ કામગીરી કરી હતી.
(11:57 AM IST)










