<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

દિલ્‍હી ખાતે એઇમ્‍સના ન્‍યુરો સર્જન રાજકોટના ડો. રાજ ધોણીયાનો સિરીન્‍જથી દવાનો ઓવરડોઝ લઇ આપઘાત

ગૌતમનગરના નિવાસસ્‍થાનના દરવાજા પર સ્‍યુસાઇડ નોટ ચીપકાવી : તેમાં લખ્‍યું-આ મારી ઇચ્‍છા હતી, કોઇનો વાંક નથી, મારી ઇચ્‍છાઓનું સન્‍માન કરજો, કોઇને હેરાન ન કરજો : પારિવારિક કલેશ હોવાની વિગતો દિલ્‍હી પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલીઃ પંદર દિવસ પહેલા જ યુએસ ખાતે તાલિમ લીધી હતી : ડો. રાજ ધોણીયાના પત્‍નિ હીના પણ દિલ્‍હીમાં ડોક્‍ટરઃ તેણી ૧૩મીએ ગુજરાત માવતરે રક્ષાબંધન કરવા આવ્‍યા બાદ ગઇકાલે પતિએ પગલુ ભર્યુઃ સવારથી પતિ ફોન રિસીવ ન કરતાં હોઇ પડોશી ડોક્‍ટરને તપાસ કરવા મોકલતાં ઘટના જાહેર થઇ

દિલ્‍હીમા ડો. રાજ ધોણીયાના નિવાસસ્‍થાને પોલીસ

રાજકોટ તા. ૧૯: દિલ્‍હી સ્‍થિત અખિલ ભારતીય આયુવિર્જ્ઞાના સંસ્‍થાન (એઇમ્‍સ)માં ન્‍યુરો સર્જન તરીકે ફરજ બજાવતાં રાજકોટના રહેવાસી ડો. રાજ મનસુખભાઇ ધોણીયા નામના યુવા તબિબે પારિવારીક કલેશને કારણે દવાનો વધુ પડતો ડોઝ લઇ આત્‍મહત્‍યા કરી લેતાં પરિવારજનો, તબિબી આલમમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટના નાના મવા રોડ રાજનગર પાસેની વિવિધ કર્મચારી સોસાયટી પાસેની શ્રીપદા સોસાયટીના મકાન નં. ૨ના નિવાસસ્‍થાને ડો. રાજ ધોણીયાનો નિષ્‍પ્રાણ દેહ સાંજે દિલ્‍હીથી લાવવામાં આવશે અને ત્‍યારબાદ અંતિમયાત્રા નીકળશે. દિલ્‍હી પોલીસે જાહેર કર્યા મુજબ કલેશને કારણે ડોક્‍ટરે આ પગલુ ભર્યુ હતું. છ મહિના પહેલા જ તેણે ન્‍યુરો સર્જનનું ભણતર પુરુ કર્યુ હતું.

દિલ્‍હી પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર દિલ્‍હીના ગૌતમનગર વિસ્‍તારમાં રહેતાં ડો. રાજ મનસુખભાઇ ધોણીયાએ રવિવારે તેના ઘરમાં દવાઓનો વધુ પડતો ડોઝ લઇ લેતાં તેમનું મૃત્‍યુ થયું હતું.  છ મહિના પહેલા જ તેણે એઇમ્‍સના ન્‍યુરો સર્જન તરીકે (એમસીએચ)નું ભણતર પુરુ કર્યુ હતું. તેણે ઘરે દવાનો વધુ ડોઝ પી લીધાની જાણ થતાં એઇમ્‍સના ઇમર્જન્‍સી વિભાગમાં સારવાર માટે ખસેડાયેલ. પરંતુ અહિ તેમને મૃત જાહેર કરવામાં આવતાં  અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

પોલીસે જાહેર કર્યા મુજબ આપઘાત કરનાર ડો. રાજ ધોણીયાના પત્‍નિ પણ દિલ્‍હીની સર ગંગારામ હોસ્‍પિટલમાં માઇક્રોબાયોલોજિકલ વિભાગમાં નોકરી કરે છે. તેણી હાલ દિલ્‍હીથી વતન રાજકોટ આવવા નીકળી હતી. તેણીએ પતિને ફોન જોડયો હતો પણ ફોન રિસીવ થઇ શક્‍યો નહોતો. એ પછી તેણીએ બીાજ માળે રહેતી ડો. આકાંક્ષાને ફોન કરી પતિ ફોન રિસીવ નથી કરતાં તેની જાણ કરતાં ડો. આકાંક્ષાએ તપાસ કરતાં ઘટના જાહેર થઇ હતી.

પોલીસ સુત્રોના કહેવા મુજબ ડો. રાજ ધોણીયા હજુ પંદર દિવસ પહેલા તો યુએસ ખાતે તાલિમ લેવા ગયા હતાં. તેમના રહેણાંકના દરવાજા પર સ્‍યુસાઇડ નોટ ચીપકાવેલી મળી આવી હતી. જેમાં તેણે લખ્‍યું છે કે-હું આ ભુલ માટે કોઇને દોષી સમજતો નથી, કૃપા કરીને આ માટે કોઇને હેરાન કરવામાં ન આવે. કૃપા કરીને મારી ઇચ્‍છાઓનું સન્‍માન કરજો-રાજ ધોણીયા.

દરમિયાન દિલ્‍હીના દક્ષિણ જીલ્લા પોલીસ અધિકારી અંકિત ચોૈહાણે જણાવ્‍યું હતું કે ડો. રાજ ધોણીયા ગુજરાત રાજકોટના વતની હતાં. અહિ ગૌતમનગરમાં પત્‍િ ન સાથે રહેતાં હતાં. તેમજ સફરદરજંગ એન્‍કલેવ સ્‍થિત એઇમ્‍સના ટ્રોમા સેન્‍ટરમાં કાર્યરત હતાં. તેમના પત્‍નિ હીના (ઉ.વ.૩૨) પણ ડોક્‍ટર છે અને સર ગંગારામ હોસ્‍પિટલમાં રેસિડેન્‍ટ તબિબ તરીકે ફરજ બજાવે છે. હાલમાં તેણી માઇક્રોબાયોલોજીકલ વિભાગમાં ફરજ પર છે. તેણી ૧૩મી ઓગષ્‍ટના રોજ રક્ષાબંધન પર્વ માટે દિલ્‍હીથી રાજકોટ માવતરે ગયા પછી ડો. રાજ એકલા હતાં અને આ પગલુ ભર્યુ હતું. રવિવારે બપોરે આ ઘટનાની પોલીસને જાણ થઇ હતી.

દરવાજા પર લગાડેલી સ્‍યુસાઇડ નોટમાં ડો. રાજ ધોણીયાએ પારિવારીક જીવનમાં પરેશાની હોવાનો ઉલ્લેખ અનેકવાર કર્યો હોવાનું પોલીસ કહે છે. ડો. રાજ ધોણીયાએ સિરીન્‍જની મદદથી દવાનો ઓવરડોઝ લીધો હતો. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવ્‍યા બાદ પોલીસ વિશેષ કાર્યવાહી કરશે.

આપઘાત કરનાર ડો. રાજ ધોણીયા એક બહેનથી મોટા અને માતા-પિતાના એક જ આશાસ્‍પદ દિકરા હતાં. તેમના આ પગલાથી ધોણીયા પરિવાર, પાટીદાર સમાજમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. આજે સાંજે ડો. રાજ ધોણીયાનો નિષ્‍પ્રાણ દેહ અંતિમવિધી માટે રાજકોટ લાવવામાં આવશે તેમ જાણવા મળ્‍યું હતું. ડો. રાજ ધોણીયાના પિતા મનસુખભાઇ ધોણીયા દુરદર્શનમાં ફરજ બજાવતાં હોવાનું પડોશીઓએ કહ્યું હતું. (૧૪.૯)

રક્ષા બંધનના દિવસે ભાઇને રાખડી બાંધવાની રાહ જોતી બહેનને ભાઇના મૃત્‍યુના વાવડ મળ્‍યા

ઞ્જ દિલ્‍હી એઇમ્‍સમાં ન્‍યુરો સર્જન તરીકે ફરજ બજાવતાં ડો. રાજ ધોણીયાએ ગઇકાલે દિલ્‍હીમાં તેના નિવાસે આત્‍મહત્‍યા કરી લીધી હતી. આજે રક્ષાબંધન પર્વ હોઇ રાજકોટ ખાતે બહેન ભાઇના આવવાની રાહમાં હશે પણ તેને ભાઇના મૃત્‍યુના વાવડ મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. ડો. રાજ ધોણીયાનું નિવાસસ્‍થાન રાજકોટમાં રાજનગર પાસેની વિવિધ કર્મચારી સોસાયટી નજીક શ્રીપદા સોસાયટીમાં છે. અહિ સવારે તેમના એક બહેન અને બીજા સગા હાજર હતાં. તેઓ ઘટના વિશે વિશેષ કોઇ માહિતી જાણતા ન હોવાનું કહેવાયું હતું. બહેનના આક્રંદથી અહિ ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(2:41 PM IST)