<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

૨૭ વર્ષના પાર્થ વોરા, ૨૦ વર્ષના દેવદિપસિંહ જાડેજા, ૩૬ વર્ષના વેપારી ગોકુલભાઇ ગજેરાનો ફાંસો ખાઇ આપઘાત

રક્ષાબંધન પર્વના આગલા દિવસે આત્‍મહત્‍યાની પાંચ ઘટનાઃ પરિવારોમાં કલ્‍પાંત : બે ઘટનામાં કારણ અકળઃ ગોકુલભાઇ સાથે લોનના નામે ફ્રોડ થતાં પગલુ ભર્યુઃ ચોથા બનાવમાં માનસિક બિમારીથી કંટાળી જયદિપ સિતાપરાએ એસિડ પી મોત મેળવ્‍યું: પાંચમા બનાવમાં મોરબી રોડ સિતારામ સોસાયટીના નુતનબેન સોલંકીએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી

તસ્‍વીરમાં રાજનગર પાસે વિવિધ કર્મચારી સોસાયટી નજીક ત્રિપદા સોસાયટીમાં આવેલુ ડો. રાજ ધોણીયા અને પિતા મનસુખભાઇ વી. ધોણીયાનું નિવાસ સ્‍થાન જોઇ શકાય છે. સાંજે અહિ ડો. રાજ ધોણીયાનો નિષ્‍પ્રાણ દેહ આવી પહોંચ્‍યા બાદ અંતિમયાત્રા નીકળશે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આત્‍મહત્‍યાની પાંચ ઘટનાઓ બની છે. જેમાં ત્રણ યુવાન અને એક પરિણીતાએ ગળાફાંસો ખાઇને અને એક યુવાને એસિડ પીને દુનિયા છોડી દીધી હતી. શહેરના યુનિવર્સિટી રોડ પર શિવ સંગમ સોસાયટીમાં રહેતાં સત્‍વાયીસ વર્ષના યુવાને અને ત્રંબાના વડાળી ગામે રહેતાં વીસ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇને આત્‍મહત્‍યા કરી લીધી હતી. જ્‍યારે અન્‍ય બે બનાવમાં એક વેપારીએ દૂકાનમાં ગળાફાંસો ખાઇને તેમજ એક યુવાને ઘરે એસિડ પીને દુનિયા છોડી દીધી હતી. પાંચમા બનાવમાં મોરબી રોડ પર સિતારામ સોસાયટીમાં એક પરિણીતાએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દીધી હતી. આ પાંચ પૈકીના ત્રણ બનાવોમાં કારણ પણ અકળ રહ્યા હતાં. રક્ષાબંધન પર્વના આગલા દિવસે આ ઘટનાઓને પગલે મૃતકોના પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

શિવ સંગમ સોસાયટીમાં બનાવથી વોરા પરિવારમાં શોક

આપઘાતની પ્રથમ ઘટના યુનિવર્સિટી રોડ પર શિવ સંગમ સોસાયટી-૩માં બંગલા નં. ૯૫માં બની હતી. અહિ રહેતાં પાર્થભાઇ અશોકભાઇ વોરા (ઉ.વ.૨૭) નામના યુવાને રક્ષાબંધનની આગલી રાતે દસેક વાગ્‍યે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ના તબિબે કિશનભાઇ છાયાએ તેને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્‍સ. મયુરસિંહ જાડેજા સહિતે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ પાર્થભાઇ એક બહેનથી મોટો હતો અને શાપર વેરાવળમાં કારખાનુ ચલાવતો હતો. તે અપરિણીત હતો અને એક બહેનથી મોટો તથા માતા-પિતાનો એકનો એક આધારસ્‍તંભ હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

વડાળીમાં યુવાન દિકરાના મૃત્‍યુથી જાડેજા પરિવારમાં શોકની કાલીમા

બીજા બનાવમાં રાજકોના ત્રંબા નજીકના વડાળી ગામે રહેતાં વીસ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. વડાળીમાં રહેતાં દેવદિપસિંહ વિરદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૦) નામના યુવાને રક્ષાબંધનની પુર્વ સંધ્‍યાએ  છએક વાગ્‍યે ઘરે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનોને ખબર પડી જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં અહિ સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે  આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. જયદેવભાઇ બોસીયા અને પ્રતાપભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન દેવદીપસિંહ બે ભાઇમાં મોટા હતાં અને અભ્‍યાસ કરતાં હતાં. પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

વેપારીએ દૂકાનમાં

દેહ લટકાવી મોત મેળવ્‍યું

ત્રીજા બનાવમાં  નાના મવા રોડ અંબિકા ટાઉનશિપમાં કસ્‍તુરી શાકમાર્કેટ ચોકમાં આવેલ ડી-માઈક શોપ નામની ઘરવખરીની વસ્‍તુઓની દુકાનમાં ગોકુલભાઈ નાગજીભાઈ ગજેરા (ઉ.વ.૩૬) નામના યુવાન વેપારીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્‍સ.  જનકસિંહ ગોહિલ સહિતનાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુબજ આપઘાત કરનાર યુવાન ૪૦ ફૂટના રોડ પર શ્રી કોર્નર નામના એપાર્ટમેન્‍ટમાં રહેતાં હતા. દોઢેક વર્ષ પહેલાં છુટાછેડા થઈ ગયા હતા. રવિવારે બપોરે દુકાનમાં પીલર સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.  જે અંગે જાણ થતા ૧૦૮નો સ્‍ટાફ ત્‍યાં પહોંચ્‍યો હતો.

જુઓ પાનુ ૧૦

ઞ્જ છેલ્લા પાનાથી ચાલુ

રક્ષાબંધન પર્વના આગલા દિવસે આત્‍મહત્‍યાની પાંચ ઘટનાઃ પરિવારોમાં કલ્‍પાંત

જો કે ડોકટરે તેમને મળત જાહેર કર્યા હતા. ત્‍યાર પછી ૧૦૮ના સ્‍ટાફે જ પોલીસ કન્‍ટ્રોલ રૂમને જાણ કરી હતી. જ્‍યાંથી તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. ગોકુલભાઇએ આ પગલું ભર્યું તે વિશે પરિવારજનો અજાણ હોવાનું કહી રહ્યા છે. જો કે પ્રાથમિક રીતે એવી વાત કરી હતી કે મળતકના નામે તેના મિત્રએ ઓનલાઇન લોન લઇ લીધી હતી. પછી મિત્ર હપ્‍તા ભરતો ન હોઇ પોતાની સાથે ફ્રોડ થયાનું લાગતાં સાયબર ક્રાઇમમાં અરજી પણ કરી હતી. આ અંગે નિવેડો આવતો ન હોઇ કેટલાક દિવસથી ગોકુલભાઇ ટેન્‍શનમાં હતાં. આ કારણે કદાચ પગલુ ભર્યાની શક્‍યતા છે. જો કે સાચુ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

બિમારી સહન ન થતાં પ્રિયદર્શન સોસાયટીના યુવાને જીવ દીધો

ચોથા બનાવમાં દોઢસો ફુટ રીંગ રોડ પર પ્રિયદર્શન સોસાયટી-૩માં રહેતાં જયદિપ રમેશભાઇ વિસપરા (ઉ.વ.૨૩) નામના યુવાને એસિડ પી લેતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્‍સ. જનકસિંહ ગોહિલ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ જયદિપ હાલમાં કંઇ કામધંધો કરતો નહોતો. તે બે ભાઇમાં મોટો હતો. પોલીસે તેના પિતા રમેશભાઇની પુછતાછ કરતાં તેમણે દિકરાને માનસિક બિમારી હોઇ આ પગલુ ભરી લીધાનું કહ્યું હતું.

સિતારામ સોસાયટીના પરિણીતાના આપઘાતમાં કારણ અકળ

આત્‍મહત્‍યાની પાંચમી ઘટનામાં મોરબી રોડ પર સિતારામ સોસાયટીમાં રહેતાં નુતનબેન મેહુલભાઇ સોલંકી (ઉ.વ.૩૪) નામના મહિલાએ રવિવારે રાતે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. પણ તેના તબિબ ડો. દિપકભાઇએ નુતનબેનને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. સી. સોઢાએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારના પતિ ચાંદીકામ કરી ગુજરાન ચલાવે છે. તેણીને સંતાનમાં બે પુત્રી છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(2:42 PM IST)