News of Monday, 19th August 2024
શહીદ ઉમાકાંત કડીયાને શ્રધ્ધાંજલી

આઝાદીની લડત માટે કેટલીએ ટીમો તૈયાર કરનાર ઉમાકાંત કડીયાને શ્રધ્ધાંજલી અર્પવાનો એક કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો હતો. રાજકોટના યક્ષરાજ પરમારના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ શ્રધ્ધાસુમન કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિમાબેન જૈન, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન દેવાંગભાઇ દતાણી, કો. મયુરભાઇ દવે, પ્રાઇડ ઓફ વિશ્વકર્માના પ્રમુખ ધનજીભાઇ પંચાલ, જયદીપભાઇ ચાવડા તેમજ સમાજ શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી અંજલી અર્પણ કરી હતી. તેમ યક્ષરાજ પરમાર (મો.૯૯૨૫૬ ૧૨૭૩૫)ની યાદીમાં જણાવાયુ છે.
(2:53 PM IST)










