<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

એકરંગ સંસ્‍થાની દિવ્‍યાંગ દીકરીઓએ મહાનુભાવોને રાખડી બાંધી

રાજકોટઃ એકરંગ સંસ્‍થાની માનસીક વિકલાંગ (દિવ્‍યાંગ) દીકરીઓએ રાજકોટ લોકસભાના સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલા, રાજકોટ-૬૮ ના ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવભાઇ જોષી, પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝા, મયુનિસીપલ કમિશ્નર શ્રી ડી.પી.દેસાઇ, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ઇન્‍કમટેકસ એડીશનલ કમિશ્નર  શ્રી અનન્‍યા કુલશ્રેષ્‍ઠ તથા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઇ દોશીને પોતાના સ્‍વહસ્‍તે બનાવેલ રક્ષાસુત્ર બા઼ધી તેઓના તંદુરસ્‍તમય સ્‍વાસ્‍થ્‍ય માટે ઇશ્વરને પ્રાર્થના કરેલ.  એકરંગ સંસ્‍થાની મનોદિવ્‍યાંગ દિકરીઓ દ્વારા આ રક્ષાબંધનના પર્વ નિમિતે ૧૦ હજાર રાખડીઓ પોતાના સ્‍વહસ્‍તે બનાવેલ જે પેકીંગ કરી ઘર-ઘર સુધી પહોંચાડેલ. કાર્યક્રમનું સંચાલન એકરંગ સંસ્‍થાના પ્રમુખશ્રી દિપીકાબેન પ્રજાપતિએ કરેલ. એકરંગ સંસ્‍થાનું સરનામું : એક રંગ માનસીક ક્ષતિવાળી બહેનો માટેનું નિઃશુલ્‍ક તાલીમ તથા આવાસી સંકુલ, એકરંગ વિનામુલ્‍યે થેરાપી તથા ડે કેર તાલીમ સેન્‍ટર, ભારત નગર ચોક, ગુજરાત ફોર્જીગ કંપની પાછળ, ૮૦ ફુટ રોડ, અમુલ સર્કલ પાસે રાજકોટ મો. ૯૧૩૭૬ ૯૦૦૬૪.

(3:17 PM IST)