News of Monday, 19th August 2024
વિરાણી બહેરા-મૂંગા શાળાની દીકરીઓ દ્વારા ર૭પ વડીલોનું પૂજન
પૂ. ધીરગુરુદેવની નિશ્રા ફેમિલી એટલે ફાધર અને મધરને સૌથી પહેલા પ્રેમ કરતાં શીખોઃ પૂ. ધીરજમુની મ.સા.

રાજકોટ તા. ૧૯: શ્રી કમાણી જૈન ભવનના ઉપક્રમે ડુંગર દરબાર, તેરાપંથ ભવનમાં પૂ. શ્રી ધીરગુરુદેવના શુભંકર સાંનિધ્યે પ્રથમવાર ૭૦ વર્ષથી ઉપરની ઉંમરના ર૭પ જેટલા વડીલોનું મુગટથી સન્માન કરાયા બાદ પૂ. ગુરુદેવે જણાવેલ કે પત્નીની પસંદગી તમારા હાથમાં છે. મા ની પસંદગી કરવી તમારા હાથમાં નથી. ફેમિલી શબ્દની વ્યાખ્યા કરતાં કહેલ કે, ફાધર અને મધરને સૌથી પહેલા પ્રેમ કરતાં શીખો.
શ્રી છગનલાલ શામજીભાઇ વિરાણી બહેરા-મૂંગા શાળાની દીકરીઓએ માની મમતા નૃત્ય રજૂ કરેલ. ૯પ વર્ષના સવિતાબેન મેઘાણી અને ૯ર વર્ષના રમણીકભાઇ ખારાનું પાદ પ્રક્ષાલન રજતથાળીમાં કરી પૂજન કરાયેલ. તિલક વિધિનો દાતા પરિવારે લાભ લીધેલ. સંઘવતી અતુલ દોશી, મનીષ દોશીએ દરેકને રોકડ કવર અર્પણ કરેલ.
બહેરા-મૂંગા શાળા માટે જીતો સંસ્થા તથા દાતાઓ તથા સંઘના ભાવિકોએ કોમ્પ્યુટર યોજનામાં લાભ લઇને ઉત્સાહ વધાર્યો હતો. જીતો સંસ્થા દ્વારા પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયાના પ્રમુખસ્થાને દીકરીઓનો કાર્યક્રમ રાખેલ કમાણી જૈન ભવનની ચૂંટણી તા. રપના યોજાશે.
(3:17 PM IST)










