<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

વર્તમાનને સુધારો તો ભવિષ્‍ય આપમેળે સુધરી જાય છેઃ મેહુલ રવાણી

પૈસા કમાવવા માટે નહિ પણ બનાવવા માટે SIPમાં રોકાણ કરવું જરૂરી છેઃ ‘વન મોર ઝીરો' પરિસંવાદમાં ધનંજય બંઠીયા

 રાજકોટઃ અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના મેહુલ રવાણી અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્‍શિયલ મ્‍યુચ્‍યુઅલ ફંડના સંયુક્‍ત ઉપક્રમે ‘વન મોર ઝીરો' વિષય પર માર્ગદર્શક પરિસંવાદ યોજાયો હતો. આ સેમિનારમાં ૨૦૦થી વધુ રોકાણકારોએ મ્‍યુચ્‍યુઅલ ફંડના તમામ માળખાની સમજ મેળવી હતી.

અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના શ્રી મેહુલ રવાણીએ જણાવ્‍યું હતું કે,ઙ્ઘ શૂન્‍ય એટલે ભારતીય બહુ પાર્શ્વીય ગાણિતિક વિભાવના. તે એક સાથે સંજ્ઞા, પરિમાણ, દિશા નિર્દેશક અને સ્‍થાન ધારકને વર્ણવવાનું કામ કરે છે. ગણિતશાષાના ઇતિહાસમાં સંખ્‍યાલેખન અનિવાર્ય અંગ તરીકે ભારતીય શૂન્‍યની શોધ એક નોંધપાત્ર ઘટના છે. ત્‍યારે રોકાણ ક્ષેત્રે શુન્‍ય કઈ રીતે ચાવી રૂપ ભૂમિકા ભજવે છે. એ અંગે આજે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. અહી એક વાત સમજવી જરૂરી છે કે રોકાણનું ગણિત બહુ સરળ છે, વર્તમાનને સુધારો તો ભવિષ્‍ય આપમેળે સુધરી જાય છે.'તેવું જણાવ્‍યું હતું.

સ્‍માર્ટ એક્‍યુમેન કન્‍સલ્‍ટિંગ ફર્મના સ્‍થાપક શ્રી ધનંજય બંઠીયાએ જણાવ્‍યું હતું કે,ગણિત અને વિજ્ઞાનની દૃષ્ટિએ શૂન્‍યની શોધ ઘણી મોટી સફળતા હતી. આજના યુગમાં વિશ્વની તમામ સફળતાનો પાયો આ શૂન્‍ય પર જ ટકેલો છે.સંબંધ,પૈસા અને સમય જે વ્‍યક્‍તિ આ ત્રણ સિદ્ધાંતોનું યોગ્‍ય રીતે સંયોજન કરી શકે તે જ જીવનમાં રોકાણ કરી શકે. વિશ્વમાં સૌથી ધનિક લોકોની જે યાદી છે. તેમાંના ૧૦૦ લોકો યંગ છે. તેમની ઉંમર નાની છે એટલે તેઓ સફળ નથી થયા ! પરંતુ તેમણે સફળ થવાના આયામો બદલ્‍યા અને આજે તેઓ સફળ થયા.

 શ્રી બંઠીયાએ જણાવ્‍યું હતું કે,આજની કારકિર્દીલક્ષી યુવાપેઢી બજેટ બનાવવામાં માનતી નથી. ક્રેડિટ કાર્ડ પાછળ ઘેલી બનેલી આ પેઢી ખરીદી કરતી વખતે પાછું વાળીને જોતી નથી અને પછી વ્‍યાજ ભરવાના ચક્કરમાં ફસાતી જ રહે છે. આર્થિક કારણોસર ઉદ્દભવતી તાણમાંથી છૂટકારો મેળવવાનો એકમાત્ર ઉપાય ‘ફાઇનાન્‍સિયલ પ્‍લાનિંગ' છે.સામાન્‍ય રીતે ખરીદી કરતી વખતે મજા આવે છે, પણ બિલ ચૂકવતી વખતે તે સજારૂપ લાગે છે. ઘણા લોકો ક્રેડિટ કાર્ડથી ખરીદી કરે છે તો કેટલાક ‘પગાર પૂર્વે મળતી લોન' સુવિધાનો લાભ લે છે, પરંતુ આ બન્ને બાબતો છેવટે તો દેવા અને વ્‍યાજના ઊંચા દરના વિષચક્રમાં જ ફસાવે છે. આથી ફાઇનાન્‍સિયલ પ્‍લાનિંગ કરવાથી તમે નિશ્ચિત પણે ખર્ચ અને આવક વચ્‍ચે સંતુલન સાધવું પડશે. તેમણે  મ્‍યુચ્‍યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમો ને આધીન હોય છે કૃપયા રોકાણ કરતા પહેલા બધા જ દસ્‍તાવેજો કાળજીપૂર્વક વાંચવા આગ્રહ કર્યો હતો. અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ છેલ્લા ૨૩ વર્ષથી કાર્યરત છે. ૩૦૦૦ જેટલા રોકાણકારોને ક્‍યાં અને કેટલું રોકાણકાર કરવું તેની માહિતી આપવામાં આવી રહી છે.  સંપર્ક ૯૮૨૫૮ ૮૨૫૭૯, ૨૮૧- ૨૨૨૬૮૭

(3:27 PM IST)