News of Monday, 19th August 2024
બીસ્ટ બ્રિગેડ રાઈડર્સ દ્વારા સ્વતંત્રતા દિવસની યાદગાર ઉજવણી

રાજકોટ : ભારતના ૭૮મા સ્વતંત્રતા દિવસની શક્તિશાળી અને અનોખી ઉજવણીમાં, બીસ્ટ બ્રિગેડ રાઇડર્સે સ્વતંત્રતા માટે સવારી, ભવિષ્ય માટે છોડ! સ્લોગન સાથે કરી હતી. મહત્ત્વાકાંક્ષી પર્યાવરણીય મિશનની શરૂઆત કરી. પ્રીમિયમ ક્વોલિટી પ્રોડક્ટ્સના પ્રસિદ્ધ ઉત્પાદક, એક્શનવેર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર્સ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું, આ પ્રવાસ માત્ર એક સવારી ન હતી પરંતુ પળથ્વી પર કાયમી અસર કરવાની પ્રતિજ્ઞા હતી. રાઇડર્સ તાહા ફક્કડ અને કૈઝાર જોડિયાવાલાએ વાંકાનેર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં મુસાફરી કરીને માત્ર એક જ દિવસમાં પ્રભાવશાળી ૮૦૪ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. અને સાથે સાથે પર્યાવરણના જતન માટે ૭૮૦થી વધુ વૃક્ષાોનું આ પ્રવાસ દરમ્યાન જુદા-જુદા સ્થળોએ રોપણ કર્યુઁ હતું
(3:41 PM IST)










