News of Monday, 19th August 2024
પગભર નેપકીન્સનું ગ્રાન્ડ લોન્ચીંગ : આર.જે. દેવકીએ મહિલા સ્વાસ્થ્યની પ્રવૃત્તિને બિરદાવી

રાજકોટ : ટીમ પગભર દ્વારા સુવિધા સાથેના ‘પગભર સેનેટરી નેપકીન્સ'નું ગ્રાન્ડ લોન્ચીંગ કરાયુ હતુ. મહીલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા પગભર અને દાદા ઓર્ગેનિકસ દ્વારા એક નવી પહેલ શરૂ કરાઇ છે. પ્લાસ્ટીક ફ્રી, કોટન સેનેટરી નેપકિન્સ બજારમાં મુકાયા છે. ગુજરાતી આર્યન લેડી ગણાતા આર. જે. દેવકીએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે મહિલા સ્વાસ્થ્યની સંભાળ માસિક સ્વચ્છતા વિષે બહુ ઓછી લેવાતી હોય છે. ત્યારે પગભરની આ પહેલ ખરેખર પ્રસંશનીય છે. આ તકે દર્શકો અને શ્રોતાઓ સાથે પ્રશ્નોતરીનો પણ એક ઉપક્રમ રખાયો હતો. આ કાર્યક્રમમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, કણસાગરા મહિલા કોલેજના નેહાબેન ચૌહાણ,સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. દર્શનાબેન પંડયા, મહિલા બ્રહ્મસમાજના અગ્રણી સુરભીબેન આચાર્ય, હેમલબેન દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ લોન્ચ ઇવેન્ટે મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે દાદાજી ગ્રુપ્સના જીગરભાઇ પંડયા અને શ્રધ્ધા પંડયાએ પોતાની લાગણીઓ વ્યકત કરી હતી. પગભરની સમગ્ર પ્રવૃત્તિઓ અહીં પીપીટી માધ્યમથી રજુ કરાઇ હતી. કંપની પ્રમોટર્સનું આ તકે સન્માન કરાયુ હતુ. કાર્યક્રમના અંતમાં કંપનીના સીએમડી દિનેશભાઇ પંડયાએ આર.જે. દેવકી અને સમગ્ર પગભર ટીમનો આભાર વ્યકત કર્યો હતો. સાથો સાથ બિઝનેશ વિષે પણ જાણકારી આપી હતી. મહિલાઓના સશક્તિકરણ અને માસિકસ્ત્રાવની સ્વચ્છતાને પ્રોત્સાહનની પ્રવૃત્તિ ચાલુ રાખવા અને પગભરના પ્રેરણાનુંસ્ત્રોત પોતાના પત્ની જયશ્રીબેન પંડયાને સમગ્ર શ્રેય આપ્યો હતો. વધુ વિગતો માટે મો.૯૦૧૬૮ ૧૦૬૩૭ ઉપર સંપર્ક કરી શકાશે.
(3:47 PM IST)










