News of Monday, 19th August 2024
સંતોએ હરિભકતોને કાંઠે બાંધ્યા રક્ષાના કવચ

રાજકોટ : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વે મહાપૂજા, શણગાર આરતી, વિશિષ્ટ સભાનું આયોજન થયું હતું. તમામ હરિભકતોને કાંડા પર રક્ષા કવચ બાંધી આપ્યું હતું. ઠાકોરજીને રાખડીઓના હિંડોળાના શણગાર દર્શનનો લાભ આવતીકાલ સુધી લઇ શકશે. શ્રાવણમાસ અંતર્ગત નિજ મંદિરે દરરોજ સવારે ૮ થી ૯.૩૦ સુધી પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે સંસ્થાના સંતોની કથાવાર્તાનો લાભ લેવા મંદિરના કોઠારી સંત પૂ. બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામીએ નિમંત્રણ પાઠવ્યું છે.
(3:51 PM IST)










