News of Monday, 19th August 2024
રામનાથ મંદિરના ગેઇટના કલરકામના વિરોધમાં કોંગ્રેસનું નામ ખોટુ જોડી દેવાયુ : તુષિત પાણેરી
કોંગ્રેસ ધર્મ વિરોધી નથી : કોઇના વ્યક્તિગત વિરોધને પક્ષ સાથે જોડી ન દેવાય : અયોધ્યાના રામ મંદિરના દરવાજા સૌ પ્રથમ રાજીવ ગાંધીએ ખોલાવ્યા હતા એ ન ભુલવુ જોઇએ

રાજકોટ તા. ૧૯ : રામનાથ મહાદેવ મંદિરના ગેઇટને રંગરોગાનનું કામ શરૂ કરાયુ તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો તેવા વહેતા થયેલા સમાચારો પાયા વિહોણા હોવાનું કોંગ્રેસ પ્રવકતા તુષિત પાણેરીએ જણાવ્યુ છે.
તેઓએ આ અંગે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે કોંગ્રેસ પક્ષ કયારેય આવો વિરોધ નોંધાવે જ નહીં. જે વિરોધ થયો હશે તે વ્યક્તિગત વિરોધ હોય શકે. પરંતુ તેનાથી આખા કોંગ્રેસની પ્રતિષ્ઠાને હાની ન પહોંચાડી શકાય.
કોંગ્રેસ પક્ષ કોઇપણ મંદિર કે ધર્મસ્થાનમાં થઇ રહેલ સમારકામ, નિર્માણ કે અન્ય કાર્યમાં કયારેય વિક્ષેપ પહોંચાડવામાં માનતો નથી. શ્રીરામ જન્મભુમિ (અયોધ્યા)ના દરવાજા સૌ પ્રથમ કોંગ્રેસ પક્ષના નેતા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ ખોલાવ્યા હતા એ પણ ન ભુલવું જોઇએ.
થોડા મહીનાઓ પહેલા શ્રીરામ મંદિર (અયોધ્યા)થી શાષાોકત વિધિ વિધાનથી પુજા કરેલ પવિત્ર અક્ષત કળશ રાજકોટ આવેલ ત્યારે તેના પૂજન કાર્યમાં મે ખુદે તેમજ અન્ય કોંગ્રેસીઓએ પણ પુજાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. રામનાથ મહાદેવ મંદિરના ગેઇટના કલરકામનો કોઇ વ્યક્તિ દ્વારા અંગત કારણોસર વિરોધ કરવામાં આવે તેની સાથે કોંગ્રેસ પક્ષને કોઇ લેવા દેવા નથી. તેમ અંતમાં કોંગ્રેસ પ્રવકતા તુષિત પાણેરી (મો.૯૪૨૭૨ ૪૨૨૫૩)એ જણાવ્યુ છે
(3:55 PM IST)










