News of Wednesday, 21st August 2024
કોલેજીયન છાત્રાને હોટેલમાં બોલાવી શરીર સંબંધનો છુપી રીતે વિડીયો ઉતાર્યોઃ વાયરલ કરવાની ધમકી દઇ પાંચ લાખ માંગ્યા!
રાજકોટનો ચોંકાવનારો કિસ્સોઃ ૧૯ વર્ષની યુવતિને લગ્નની લાલચમાં લપેટી સર્વસ્વ લૂંટી લીધું: મહિલા પોલીસે ગુનો નોંધ્યો :યુવતિ અગાઉ આજીડેમ પાસે હોટેલમાં મિત્રો સાથે પાર્ટી કરવા ગઇ ત્યાં જેનો લક્કી તરીકે પરિચય થયો તેણે બાદમાં સાચી ઓળખ તુષાર વજાણી તરીકે આપીઃ લગ્નની લાલચ દઇ ફસાવી બે રાત સુધી હોટેલમાં રાખી શરીર સંબંધ બાંધી લીધોઃ

રાજકોટ તા. ૨૧: શહેરમાં રહેતી અને કોલેજમાં ભણવા સાથે ટ્યુશન કલાસ કરાવતી દ્વારકા પંથકની ૧૯ વર્ષની યુવતિ થોડા સમય પહેલા આજીડેમ ચોકડી નજીકની હોટેલમાં મિત્રો સાથે પાર્ટી કરવા ગઇ ત્યારે સંપર્કમાં આવેલા શખ્સે પહેલા ખોટા નામથી ઓળખ આપી ફોન-મેસેજ કરી બાદમાં પોતાનું ઓળખ કાર્ડ આપી સાચી ઓળખ જાહેર કરી પોતે આ યુવતિને લાઇક કરે છે, લગ્ન કરવા છે તેમ કહી ફસાવી હોટેલમાં બે રાત સુધી સાથે રાખી એક વખત મરજીથી અને બીજી વખત મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લઇ બાદમાં પોતાની અન્ય ગર્લફ્રેન્ડ મારફત આ યુવતિને હોટેલનો નગ્ન વિડીયો મોકલી ગર્લફ્રેન્ડ મારફત આ યુવતિ પાસેથી પાંચ લાખની માંગણી કરી જો રૂપિયા ન આપે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતાં ચકચાર જાગી છે.
આ બનાવમાં મહિલા પોલીસે ભોગ બનેલી હાલ રાજોટ રહેતી મુળ દ્વારકા પંથકની ૨૦ વર્ષની યુવતિની ફરિયાદ પરથી રાજકોટના તુષાર વજાણી અને કોમલ દાફડા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. ભોગ બનેલી યુવતિએ પોલીસને જણાવ્યું છે કે હાલમાં હું રાજકોટ રહુ છું અને કોલેજમાં અભ્યાસ કરવાની સાથે સાથે પાર્ટ ટાઇમ ટ્યુશન કરાવુ છું. ત્રણેક મહિના પહેલા હું આજીડેમ પાસે આવેલી રોયલરાજ હોટેલ ખાતે મારા મિત્રો ભગત, યોગી ભરવાડ અને અંજુ ડાભી સાથે પાર્ટી કરવા ગઇ હતી. ત્યારે લક્કી નામનો છોકરો ત્યાં હોટેલમાં કામથી આવ્યો હતો. તેણે મારો નંબર લીધો હતો. એ પછી મને ફોનમાં તેના મેસેજ આવવા માંડ્યા હતાં. જેથી મેં તેનો નંબર બ્લોક કરી નાખ્યોહ તો. ત્યારબાદ એકાદ મહિના પછી એટલે કે આજથી દોઢેક મહિના પહેલા સાંજે સાડા પાંચેક વાગ્યે હું ઘરેથી ટ્યુશન કરાવવા જવા નીકળી ત્યારે ગુંદાવાડી પાસે રામજીભાઇ અનાનસવાળાની દૂકાન નજીક વળાંક લેતી વખતે પાછળ લક્કી આવતો દેખાયો હતો.
મેં તેને પાછળ આવવાનું કારણ પુછતાં તેણે કહેલું કે હું તમને લાઇક કરુ છું, તમે મને લાઇક કરો છો? તેમ પુછતાં મેં તેને એમ તમારા પર વિશ્વાસ ન આવે. જેથી તેણે મને તેનું આધાર કાર્ડ આપ્યું હતું. જેમાં તેનું નામ તુષાર વજાણી લખેલુ હતું. જેથી મેં તેને લક્કી નામ બાબતે પુછતાં તેણે કહેલુ કે મને પણ કોઇ પર સીધો વિશ્વાસ ન આવે એટલે મેં મારુ નામ તમને લક્કી કહ્યું હતું. મારુ સાચુ નામ તુષાર જ છે. ત્યારબાદ તુષારે મને લગ્નની પ્રપોઝ પણ કરી હતી. જો કે હું ત્યારે ઘરે જતી રહી હતી. બે ત્રણ દિવસ પછી ૧૫/૭ કે ૧૬/૭ના રોજ હું અને તુષાર ગુંદાવગાડીથી ભુતખાના પંપ વચ્ચેના રસ્તે ફરીથી મળ્યા હતાં. ત્યારે અમે બંનેએ એકબીજાની મરજીથી હોટેલમાં મળવાનું નક્કી કર્યુ હતું. એ પછી એ જ રાતે સદર બજાર વિસ્તારની હોટેલમાં બે દિવસ સુધી રોકાયા હતાં. જેના રૂમ નંબર મને યાદ નથી.
ત્યારે પ્રથમ રાતે તુષાર અને મેં અમારી મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો, બીજી રાતે તુષારે ફરીથી શરીર સંબંધની વાત કરતાં મેં તેને લગ્ન પહેલા આ યોગ્ય નથી, તું મને લવ કરે છે તો એમાં સેકસ કરવું જરૂરી નથી તેમ કહેતાં તુષારે સેકસ તો જરૂરી છે, એ બધા કરતા હોય છે, હું તો તારી સાથે લગ્ન કરવાનો છું. તેમ કહી મારી મરજી વિરૂધ્ધ ફરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. ત્યારબાદ હું મારા ઘરે જતી રહી હતી. તેણે મારી મરજી વિરૂધ્ધ સંબંધ બાંધી લીધો હોઇ જે મને સારુ ન લાગતાં મેં તેની સાથે કોન્ટેકટ ઓછો કરી નાખ્યો હતો. માત્ર ફોન-મેસેજનો વ્યવહાર જ હતો. તુષારે પણ મને મળવાનું ઓછુ કરી નાખ્યુ હતું.
ત્યારબાદ ૨૮/૭/૨૪ના રોજ સવારે ચારેક વાગ્યે મને એક ન્યુડ વિડીયો મળ્યો હતો. જે વનટાઇમ સીન હોય જેથી ફરીથી મેં એ વિડીયો મંગાવ્યો હતો. જે મેં મારા બીજા મોબાઇલમાં રેકોર્ડ કરી લીધો હતો. આ વિડીયો મારો અને તુષારનો હોટેલ ખાતેનો ન્યુડ વિડીયો હતો. તુષારે મારી જાણ બહાર આ વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં અજાણ્યા નંબર કે જેમાંથી મને વિડીયો આવ્યો હતો તે મારી બહેનપણીને બતાવતાં તેણીએ કહેલુ કે આ નંબર તો તુષાર વજાણીની ગર્લફ્રેન્ડ કોમલ દાફડાના છે. ત્યાર પછી કોમલ દાફડાએ મને વ્હોટસએપ કોલ કરીને કહેલુ કે પાંચ લાખ રૂપિયા આપજે નહિતર આ ન્યુડ વિડીયો વાયરલ થઇ જશે. તારા ભાઇને પણ આ વિડીયો મોકલી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી મેં મહિલા પોલીસમાં જાણ કરી હતી. તુષારે લગ્નની લાલચ આપી મને ફસાવી હતી અને હોટેલમાં મારો અને તેનો વિડીયો ઉતારી લઇ તેની ફ્રેન્ડ મારફત આ વિડીયો મને મોકલી બ્લેકમેઇલ કરી પાંચ લાખ માંગી ધમકી આપી હતી. તેમ વધુમાં યુવતિએ કહેતાં પીઆઇ આઇ. અને. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. ત્રિવેદીએ ગુનો નોંધી તુષાર અને કોમલની શોધખોળ હાથ ધરી છે.
(1:25 PM IST)










