<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

જન્‍માષ્‍ટમીએ સોમવારે રાજકોટમાં ત્રીજા ઓશો ધ્‍યાન મંદીર ‘‘ઓશો ઝોરબા ધ બુધ્‍ધા ધ્‍યાન મંદીર''નું ભૂમીપુજન

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદીરે નિઃશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર-સન્‍યાસ ઉત્‍સવ : નવા ઓશો ઝોરબા ધ બુધ્‍ધાના પ્રણેતા શિબિર આયોજક-ભૂમીપુજન સ્‍વામી પ્રેમ પથિક, શિબિર સંચાલક સ્‍વામી ધ્‍યાન પુણ્‍ય (ભરતભાઇ ત્રિવેદી) રાજકોટના ત્રીજા ઓશો ધ્‍યાન મંદીરનું ભૂમીપુજન સવારે ૧૧.૩૦ થી ૧ર.૩૦ દરમ્‍યાન સ્‍વામી પ્રેમ પથિક દ્વારા કોઠારીયા-લાપાસરી રોડ પર જન્‍માષ્‍ટમીના દિવસે ઓશો સન્‍યાસી તથા પ્રેમીઓ, માનવંતા મહેમાનોની ઉપસ્‍થિતિમાં ગુરૂવંદના સાથે કરવામાં આવશે. શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી કરાવવી અત્‍યંત જરૂરી છે

રાજકોટઃ ર૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદીર પર છેલ્લા ૩૯ વર્ષોથી અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્‍વામી સત્‍યપ્રકાશ કરી રહયા છે.

આગામી તા. ર૬ના રોજ જન્‍માષ્‍ટમી તથા શ્રાવણ માસના ચોથા સોમવારના રોજ ઓશો સન્‍યાસી સ્‍વામી પ્રેમ પથીક દ્વારા નવા ઓશો ઝોરબા ધ બુધ્‍ધા બનાવવાના છે. તેનું ભૂમીપુજન તેમના દ્વારા કરવામાં આવશે. તેના અનુસંધાને તેઓએ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદીર પર એક દિવસીય નિઃશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન કરેલ છે. શિબિરનું સંચાલન સ્‍વામી ધ્‍યાન પુણ્‍ય (ભરત ત્રિવેદી) કરવાના છે. જેની રૂપરેખા નીચે પ્રમાણે છે.

સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન (આ ધ્‍યાન છેલ્લા ૩૯ વર્ષોથી દરરોજ નિયમીત એક પણ દિવસ ચુકાયા વગર ધ્‍યાન મંદીર પર કરવામાં આવે છે. સવારે ૭.૧પ થી ૮ બ્રેકફાસ્‍ટ,  સવારે ૮.૩૦ થી ૧૧ દરમ્‍યાન ગુરૂવંદના, ઓશો કિર્તન ધ્‍યાન, ઓશો નટરાજ ધ્‍યાન, સવારે ૧૧ વાગ્‍યે બધા શિબિરાર્થી નવા ઓશો ધ્‍યાન મંદીરના ભૂમીપુજનમાં જવા રવાના થશે. ૧૧.૩૦ થી ૧ર.૩૦ દરમ્‍યાન સ્‍વામી પ્રેમ પથિક દ્વારા ભુમીપુજન ગુરૂ વંદના તથા ઓશો કિર્તન સાથે કરશે. ભુમીપુજન બાદ ઓશો સન્‍યાસીઓ, મહેમાનો, ઓશોપ્રેમીઓ મહાપ્રસાદ માટે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદીરે રવાના. બપોરે ૧ વાગ્‍યે મહાપ્રસાદ-વિશ્રામ, બપોરે ૩ થી ૪ ઓશો હાર્ટ ડાન્‍સ મેડીટેશન, ૪.૧પ થી ૪.૩૦ ચા-પાણી, ૪.૩૦ થી પ.૩૦ કુંડલીની ધ્‍યાન, સાંજે ૬ થી ૬.૪પ સુફી સંગીત ધ્‍યાન, ૬.૪પ થી ૮.૩૦ ઓશો કિર્તન, સંધ્‍યાન ધ્‍યાન, ઓશો વિડીયો પ્રવચન, રાત્રે ૮.૩૦ વાગ્‍યે મહાપ્રસાદ.

શિબિર સંચાલક સ્‍વામી ધ્‍યાન પુણ્‍ય (ભરતભાઇ ત્રિવેદી)એ ૧૯૯૦માં આજી ડેમે યોજાયેલ ઓશો ધ્‍યાન શિબિરમાં ઓશો ધર્મદુત સ્‍વામી આનંદ સ્‍વભાવ દ્વારા સન્‍યાસ લીધેલ છે. તેઓએ આશરે ર૦ વર્ષ પહેલા ઓશો સરસ્‍વતી ધ્‍યાન કેન્‍દ્ર રણછોડનગરમાં શરૂ કરેલ.  જે એક વર્ષ ચલાવી અનીવાર્ય કારણોસર બંધ કરી દીધેલ. ઉપરોકત ઓશો ધ્‍યાન શિબિરમાં તથા ઓશો ઝોરબા ધ બુધ્‍ધા ધ્‍યાન મંદીરના ભુમીપુજનમાં સહભાગી થવા ઓશો સન્‍યાસી તથા પ્રેમીઓને સ્‍વામી પ્રેમ પથિકે અનુરોધ કરેલ છે. શિબિર સ્‍થળ : ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદીર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ. ઓશોના નવા ઓશો ઝોરબા ધ બુધ્‍ધાના ભુમીપુજન સ્‍થળ : ઓશો ઝોરબા ધ બુધ્‍ધા ધ્‍યાન મંદીર, કોઠારીયા (લાપાસરી રોડ), રણુજા મંદીર સામેનો રોડ, રાજકોટ. વિશેષ માહીતી તથા નામ નોંધણી કરાવવા માટે સ્‍વામી પ્રેમ પથિક મો.૮૧૪૦૪ ૪૧ર૧૩, સંજીવ રાઠોડ મો. ૯૮ર૪૮ ૮૬૦૭૦, સ્‍વામી સત્‍યપ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬.

(2:37 PM IST)