News of Wednesday, 21st August 2024
બોગસ આધારકાર્ડના આધાર ટી.ટી.ઓ. ફોર્મમાં સહિ કરી કાર વેચી નાખવાના ગુનામાં જામીન મંજૂર

રાજકોટ તા.૨૧: ફરીયાદી સંજય રમણીકભાઈ કણજારા પાસેથી રૂ. ૬,૦૦,૦૦૦માં કાર ખરીદવાનું નક્કી કરી તેના રૂ. ૩,૦૦,૦૦૦ આપી અસલ આર.સી. બુક મેળવી બાદ ફરીયાદી નું બોગસ આધારકાર્ડ બનાવી તેની બોગસ સહી કરી સદરહુ કાર બારોબાર વહેચી આર.ટી.ઓ. માં નામ ટ્રાન્સફર કરાવી આપવાના કેસમાં આરોપી ભરત દેવાભાઈ કુછડીયાને જામીન પર છોડવાનો હુકમ કોર્ટે કર્યો છે
આ કેસની ટુંક માં વિગત એવી છે કે, ફરીયાદીએ આરોપીને રૂ. ૬,૦૦,૦૦૦ માં પોતાની કાર વહેચવાનું નક્કી કરેલ અને તે પેટે આરોપીએ રૂ. ૩,૦૦,૦૦૦ ચુકવી અને આર.સી. બુક લઈ બાદ બાકી ની રકમ ન ચૂકવી કે સદરહુ કારનો કોઈ વેચાણકરાર ન કરાવી કાર પોતાની સાથે લઈ જઈ બાદ સદરહુ કાર આરોપીએ બીજાને વેચાણ કરી દઈ ફરીયાદીનું બોગસ આધારકાર્ડ બનાવી, ટી.ટી.ઓ. ફોર્મ માં બોગસ સહી કરી આ બોગસ દસ્તાવેજો ના આધારે આર.ટી.ઓ. માં નામ ટ્રાન્સફર કરાવી આપેલ, જેની જાણ ફરીયાદી ને થતા ફરીયાદી એ આરોપી ભરત દેવાભાઈ કુછડીયા વિરુદ્ધ ગાંધીગ્રામ પો.સ્ટેશન માં છેતરપિંડી, વિશ્વાસઘાત, બોગસ આધારકાર્ડ બનાવવા, ખોટી સહી કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરવા ફરીયાદ નોંધાવેલ બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરતા આરોપીને કોર્ટે જેલ હવાલે કરતા આરોપીએ તેમના વકીલ મારફત જામીન અરજી દાખલ કરતા સદરહુ જામીન અરજી ની સુનાવણી દરમીયાન બંને પક્ષો ની રજુઆત બાદ આરોપીના એડવોકેટ દ્વારા થયેલ દલીલ તથા સુપ્રીમકોર્ટ તેમજ અલગ અલગ વડી અદાલતો ના ચુકાદાઓ રજૂ રાખેલા જેને ધ્યાને લઈ કોર્ટે આરોપી ભરત દેવાભાઈ કુછડીયાને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો,
આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ હિતેષ આર. ભાયાણી, જયમીન જરીયા તેમજ લીગલ આસી. તરીકે દર્શિત પાડલીયા, રોનિત ભાયાણી રોકાયેલા હતા. (૨૨.૨૪)
(2:45 PM IST)










