<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

ધરોહર લોકમેળોઃ રાઇડના ફાઉન્‍ડેશનમાં SOP મુજબ જ કાર્યવાહીઃકલેકટરનો નિર્દેશઃ સીટી પ્રાંતે મીટીંગ બોલાવી છેઃ સોઇલ રીપોર્ટ પોઝીટીવઃ રાઇડ-માલીકોનો દાવો

સીટી પ્રાંત-૧ની પણ સાફ વાતઃ અમે મીટીંગ બોલાવી છે...પરંતુ સોઇલ રીપોર્ટ-ફાઉન્‍ડેશન એ બધું માર્ગ-મકાન ખાતું નિર્ણય કરશે : ટી કોર્નર વેચાઇ ગયોઃ મેળા સ્‍થળે નેશનલ ડીઝાસ્‍ટરના અધીકારીઓ-એડીશ્‍નલ કલેકટર તથા સીટી પ્રાંત-૧ દ્વારા ચેકીંગ

રેસકોર્સ મેદાન ઉપર યોજાનાર ધરોહર લોકમેળા સંદર્ભે રાજકોટ આવેલા નેશનલ ડીઝાસ્‍ટરના હાઇલેવલ અધીકારીઓ ઉપરાંત એડીશ્‍નલ કલેકટર શ્રી ચેતન ગાંધી, સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર-ઉચ્‍ચ પોલીસ અધિકારીઓએ મુલાકાત લઇ સુરક્ષા ડીઝાસ્‍ટર સહિતની બાબતો ચકાસી હતી તે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) (૭.૩ર)

રાજકોટ તા. ર૧: રાજકોટના રેસકોર્સ મેદાન ઉપર કલેકટર તંત્ર દ્વારા તા. ર૪ના શનિવારથી પાંચ દિવસનો ધમધોકાર ધરોહર મેળો યોજાઇ રહ્યો છે, સ્‍ટોલ-રાઇડો ઉભી થવા માંડી છે, આજે આ લોકમેળા સ્‍થળની રેસકોર્સ મેદાનની નેશનલ ડીઝાસ્‍ટરના હાઇલેવલ અધીકારીઓ ઉપરાંત એડીશ્‍નલ કલેકટરશ્રી ચેતન ગાંધી, સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર, ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ તથા અન્‍યોએ મુલાકાત લઇ, માનવ મહેરામણ, રાઇડોન. સુરક્ષા કોઇપણ ડીઝાસ્‍ટર, એન્‍ટ્રી-એક ઝીટ ગેઇટ, કન્‍ટ્રોલ રૂમ, વોચ ટાવર, વિગેરે તમામ બાબતની-સુરક્ષા સહિતની બાબતોનું નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી, ઉભી થયેલ રાઇડો પણ નિહાળી હતી.

દરમિયાન લોકમેળા ૩૧ રાઇડો હાલ ઉભી થઇ રહી છે, આ ૩૧ પ્‍લોટ રાજકોટના વિરેન્‍દ્રસિંહ અને દશરથસિંહ વાળાએ ૧ કરોડ ર૭ લાખમાં લીધા છે, જેમાંથી ૮૦ ટકા રકમ તંત્રને ભરાઇ ગઇ છે, બાકીની આજે ભરાશે.

દરમિયાન રાઇડો ઉભી કરવામાં સરકારની SOP  મુજબ ફાઉન્‍ડેશન, સોઇલ રીપોર્ટ, NDT સર્ટિફિકેટ ફરજીયાત બનાવાયું છે. પરંતુ રાઇડ સંચાલકોએ ફાઉન્‍ડેશન કર્યા વગર રાઇડો ઉભો કરતા ગઇકાલનો વિવાદ જામ્‍યો છે.

રાઇડ સંચાલકના શ્રી દશરથસિંહ વાળાએ આજે સવારે ‘‘અકિલા''ને જણાવેલ કે અમે જમીનના ૪ થી પ સોઇલ રીપોર્ટ કરાવ્‍યા છે, અને તે પોઝીટીવ આવ્‍યા છે, એટલે હવે ફાઉન્‍ડેશનની જરૂરિયાત નથી, રેસકોર્સ મેદાનની જમીન એટલી બધી ખડકાળ છે, કે ફાઉન્‍ડેશનની જરૂરિયાત નથી.

બીજી બાજુ આજે કલેકટરશ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવેલ કે રાઇડ બાબતે જે SOP  આવી છે, જે નિયમો છે, તે નિયમો મુજબ કામ થશે, કાર્યવાહી થશે, આ બાબતે આજે બપોર બાદ સીટી પ્રાંત-૧ દ્વારા રાઇડની જે કમિટી છે તેની મીટીંગ બોલાવી છે, અને તેમાં નિર્ણય થશે.

દરમિયાન સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે ‘‘અકિલા''ને જણાવેલ કે અમે બપોર બાદ રાઇડ માટેની જે કમિટી છે, તેની મીટીંગ બોલાવી છે, તેમજ જમીનનો સોઇલ રીપોર્ટ-ફાઉન્‍ડેશન એ અમારી બાબત નથી, એ બધું માર્ગ-મકાન ખાતું વિગતો જાણી નિર્ણય લેશે.

તેમણે જણાવેલ કે મેળામાં તમામ સ્‍ટોલ વેચાઇ ગયા છે, ટી કોર્નર બાકી હતો તે પણ અપાઇ ગયો છે, ખાણી પીણીના એક સ્‍ટોલ અંગે આજે ફાઇનલ થઇ જશે.

દરમિયાન રાઇડ માલીકો દશરથસિંહ વાળાએ ઉમેર્યું હતું કે, અમને હજુ મીટીંગ અંગે બોલાવ્‍યા નથી, બોલાવશે તો અમે અમારી વાત રાખીશું, બાકી સોઇલ રીપોર્ટ પોઝીટીવ હોય તો ફાઉન્‍ડેશનની જરૂરત નથી તેવું SOP માં લખેલું જ છે.

(2:54 PM IST)