News of Wednesday, 21st August 2024
રાજકોટ જિલ્લામાં જૂગારીયાઓનો જમાવડોઃ ૭ દરોડામાં ર મહિલા સહિત ૪૦ પકડાયા
ધોરાજીમાં ૭, ઝાંઝમેર ગામે ૩, જામકંડોરણામાં ર મહિલા સહિત ૪ પડધરીમાં ૮, જસદણમાં ૭, ગોંડલના દેવાળા ગામે ૭ અને સુલતાનપુરમાં પ શખ્સો જૂગાર રમતા પકડાયા

રાજકોટ તા. ર૧ :.. જન્માષ્ટમીના તહેવાર પૂર્વે ૪ જૂગારીયાઓ પાટલા માંડી બેસી જાય છે. જીલ્લામાં અલગ-અલગ ૭ દરોડોમાં ર મહિલા સહિત ૪૦ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતાં.
પ્રથમ દરોડામાં ધોરાજી તાલુકા પોલીસે ધોરાજી, જુનાગઢ રોડ, કાનબાપાની કેબીન પાછળ, શ્રીજી હીટર કારખાનાની પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) અનિલ શાંતિભાઇ હિરપરા ઉ.૪૯ ધંધો ડ્રાઇવર રહે. ધોરાજી વઘાસીયાના ચોરા પાસે (ર) કિરણ વજુભાઇ માવાણી ધંધો ખેતી ધોરાજી વઘાસીયા ચોરા પાસે, (૩) વિજય કુરજીભાઇ સાકરીયા ધંધો ખેતીકામ રહે. જુનાગઢ રોડ ભાવના પ્લાસ્ટીકની સામે વાડીએ (૪) અજય દિનેશભાઇ દેગામા ધંધો ખેતી કામ રહે. ભોલગામડા તા. ધોરાજી (પ) અજય વલ્લભભાઇ સેંન્જલીયા રહે. મંડલીકપુર તા. જેતપુર (૬) અશ્વિન બાબુભાઇ હિરપરા ધંધો ખેતી રહે. ધોરાજી વઘાસીયા ચોરા પાસે, તથા (૭) ભરતભાઇ જીણાભાઇ વૈષ્ણવ ધંધો ખેતી રહે. હિરપરા વાડીને રોકડા રૂા. રપ,રર૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.
બીજા દરોડોમાં ધોરાજી તાલુકા પોલીસે ઝાંઝમેર ગામે શકિતનગર સોસાયટીમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) કિશોર વશરામભાઇ પરમાર ધંધો મજૂરી (ર) ભૂપત રવજીભાઇ ચૌહાણ ધંધો ખેતર મજૂરી તથા (૩) રમેશ ગગજીભાઇ જીંજૂવાડીયા ધંધો મજૂરી રહે. ત્રણેય ઝાંઝમેર ને રોકડા રૂા. ૩પ૩૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજા દરોડોમાં જામકંડોરણા પોલીસે જામકંડોરણા ઇન્દીરાનગર દે. પૂ. વાસ ઢોરા ઉપર રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) મુકેશ લવજીભાઇ જખાણીયા ધંધો મજૂરીઘ, (ર) નિલેશ રઘુભાઇ પરમાર ધંધો મજૂરી (૩) કવીબેન વા-ઓ. લવજીભાઇ જખાનીયા ધંધો મજૂરી તથા (૪) જયશ્રીબેન સંજયભાઇ પરમાર રહે. જામકંડોરણાને રોકડા રૂા. ર૪૩૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધો હતાં.
ચોથા દરોડોમાં પડધરી પોલીસે પડધરી મચ્છોમાં મંદિરની બાજૂમાં શેરીમાં રેઇડ કરી જૂગાર રમતા (૧) સુરેશ મોહનભાઇ ખુંટ ધંધો ખેતી રહે. મોવૈયા ગામ, (ર) રમેશ ત્રીકમભાઇ ડાભી વેપાર રહે. મેમણવાસ પડધરી (૩) પ્રકાશ હકાભાઇ બાંભવા ખેતી રહે. ભરવાડ વાસ પડધરી, (૪) લાલા રમેશભાઇ ઝૂંઝા ધંધો માલઢોર રહે. ભરવાડવાસ પડધરી (પ) સુરેશ અરજણભાઇ બાંભવા ધંધો માલઢોર રહે. ભરવાડવાસ પડધરી (૬) દિપક હિરાભાઇ ઝાપડા ધંધો ડ્રાઇવીંગ રહે. સાંકડી શેરી ભરવાડવાસ પડધરી તથા (૮) રાહુલ દાનાભાઇ બાંભવા ધંધો માલઢોર રહે. સાંકડી શેરી ભરવાડવાસ પડધરીને રોકડા રૂા. ૩૪,૩પ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પાંચના દરોડોમાં જસદણ પોલીસે ડુંગરપુર હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ ડુંગરના ખુલ્લા પટમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) દિપક જાદવભાઇ રાઠોડ ધંધો મજૂરી રહે. જસદણ, જીલેશ્વર પાર્ક, પાસે (ર) રાજેશ કેશુભાઇ રામાવત ધંધો મજૂરી રહે. જસદણ, જીલેશ્વર પાર્ક પાસે (૩) યોગેશ લઘરાભાઇ રોજાસરા, ધંધો મજૂરી રહે. જસદણ પોલારપર રોડ, (૪) મુકેશ હરસુરભાઇ વાળા ધંધો મજૂરી રહે. જસદણ, મફતીયાપારા, (પ) અશોક મોહનભાઇ વાળા, ધંધો મજૂરી, રહે. જસદણ, વાજસુરાપરા શેરી નં. ૧૧ (૬) જગદીશ મોહનભાઇ વાળા, ધંધો મજૂરી, રહે. જસદણ, વાજસુરાપરા શેરી નંબર ૧૧, (૬) જગદીશ રવજીભાઇ યાદવ ધંધો મજૂરી રહે. જસદણ વાજસુરાપરા શેરી નં. ૧૬ તથગા (૭) પ્રકાશ દલપતભાઇ મંડિર, ધંધો નોકરી રહે. જસદણ, જીલેશ્વર પાર્ક પાસે ને રોકડા રૂા. ૧૪ર૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
છઠ્ઠા દરોડોમાં સુલતાનપુર પોલીસે દેવળા ગામની સીમમાં અમરનગર રોડના કાંઠે આવેલ સુલતાનપુર ટાઉન નગરમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) ઘનશ્યામ વાલજીભાઇ ગોંડલીયા ધંધો ખેતી (ર) મગન મોહનભાઇ વાડોદરીયા ધંધો ખેતી, (૩) રવજી કરમશીભાઇ પાનસુરીયા ધંધો ખેતી તથા (૪) ભુપત છગનભાઇ બગડા ધંધો મજૂરી રહે. ચારેય દેવાળા તા. ગોંડલ (પ) ભીખા રવજીભાઇ પાનેલીયા ધંધો ખેતી તથા (૬) બાવલા મેરામભાઇ ખટાણા પ૮ ધંધો ખેતી રહે. બન્ને ખજૂરી ગુંદાળાને રેઇડ રૌ. ૧૬,૩૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
સાતમાં દરોડોમાં સુલતાનપુર પોલીસે સુલતાનપુર ગામની સીમમાં રાણસીકીના જુના માર્ગ વાળી નઇરમ રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) ભૂપત ગોબરભાઇ ગોંડલીયા ખેતી રહે. સુલતનપુર, (ર) વશરામ રવજીભાઇ વાડોદરીયા ધંધો મજૂરી રહે. સુલતાનપુર, (૩) ક્રાંતી જસમતભાઇ વઘાસીયા ધંધો ખેતી રહે. સાણથલી તા. કુંકાવાવ (૪) મુકેશ જીવણભાઇ સોંદરડા ધંધો મજૂરી રહે. દેવળકી તા. કુંકાવાવ તથા (પ) વિનુ રૂડાભાઇ મકવાણા ધંધો ખેતી રહે. ખજૂરી ગુંદાળા તા. જેતપુર ને રોકડા રૂા. ૧૪,૬૭૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી
(3:01 PM IST)










