News of Wednesday, 21st August 2024
ગવલીવાડના ૪૬ વર્ષિય આશિષભાઇ પરમારનું હૃદય બેસી જવાને લીધે મોત
ઇન્કમટેક્સમાં પ્યુન હતાં: ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૨૧: હૃદય રોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓ અટકતી જ નથી. વધુ એક બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મોટી ટાંકી ચોક નજીક ગવલીવાડ શેરી નં. ૨માં રહેતાં આશિષભાઇ રામજીભાઇ પરમાર (ઉ.વ.૪૬)નું હાર્ટએટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
આશિષભાઇ પરમાર સવારે આઠેક વાગ્યે ઘરે હતાં ત્યારે અચાનક જ બેભાન થઇ ઢળી પડતાં પરિવારજનોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર આશિષભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. આશિષભાઇ ઇન્કમટેક્સ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતાં હતાં.
(3:05 PM IST)










