News of Wednesday, 21st August 2024
શુક્રવારે પૂ. જીવરાજબાપુની પુણ્યતિથિઃ રાજકોટમાં પૂજનવિધી - બટુક ભોજન - મહાઆરતી - લઘુરૂદ્રી
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન-રાજકોટ દ્વારા શ્રી શ્યામ મંદિરે આયોજન

રાજકોટ તા. ર૧: આગામી તા. ર૩ ને શુક્રવારે બોળચોથના રોજ સતાધારના મહંત બ્રહ્મલીન શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની ચતુર્થ પુણ્યતિથી પરમ પૂજયશ્રી વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુની પ્રેરણાથી શ્રી શ્યામ મંદિર (રામનગર, કોઠારીયા રીંગ રોડ બાયપાસ, રાજકોટ) ખાતે સવારે ૭ કલાકે પુજન વિધી, સાંજે પ કલાકે બટુક ભોજન, સાંજે ૭:૩૦ ના મહાઆરતી તેમજ રાત્રીના ૯ કલાકે લઘુરૂદ્રીનું આયોજન કરવામાં આવેલ છે.
આ યોજનાને સફળ બનાવવા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠનના અધ્યક્ષ-વિજયભાઇ મકવાણા, પ્રમુખ-હાર્દિકભાઇ વી. ટાંક (૮૪૩૪પ ૭૭૭૭૭), ઉપ પ્રમુખ-પ્રતિકભાઇ કે. ચૌહાણ, મંત્રીશ્રી વિક્રમભાઇ કાચા, સહમંત્રી-દિપકભાઇ ડી. રાઠોડ, ખજાનચી-સાગરભાઇ જેઠવા, સહ ખજાનચી-કમલેશભાઇ ભાલિયા, શુભમ્ભાઇ લાડવા, કમલેશભાઇ જાદવ, સાગરભાઇ કાચા, કુમનભાઇ મારૂ, શૈલેષભાઇ ટાંક તેમજ શ્રી શ્યામ મંદિર-પ્રમુખ શ્રી અરવિંદભાઇ જે. રાઠોડ, રાજુભાઇ સોલંકી તથા ધર્મેશભાઇ ટાંક જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:21 PM IST)










