News of Wednesday, 21st August 2024
અગ્નિ કાંડનો કેસ સેસન્સ કમિટ થયોઃ તમામ આરોપી કોર્ટમાં હાજર થતા ચાર્જશીટની કોપી અપાઇ
સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર ટીઆરપી ગેમઝોન અગિ્નકાંડના બનાવમાં ર૭ લોકો હોમાઇ ગયા હતાઃ ૧પ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતાઃ કોર્ટમાં ચાર્જશીટ મુકાયા બાદ આજે કેસને સેસન્સ કમિટ કરાયોઃ ૩ જી સપ્ટેમ્બરે પ્રથમ સુનાવણી માટે મુદત રખાઇઃ નીચેની કોર્ટ દ્વારા કેસ સેસન્સ કોર્ટને સોંપાયો

રાજકોટ, તા., ર૧: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર અગ્નિકાડ ના બનાવમા પકડાયેલા ૧૫ આરોપી સામે કોર્ટમાં ચાર્જસીટ મુકાયા બાદ આજે આ કેસ કેમીટ કરવાની મુદત હોય આ કેસના તમામ આરોપીને આજે કોર્ટમાં હાજર રખાયા હતા દરેકને ચાર્જસીટની કોપી અપાયા બાદ આ કેસને નીચેની કોર્ટ દ્વારા સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો.
આ કેસ સેશન્સ કમિટ થતાં સેશન્સ કોર્ટ દ્વારા આગામી તારીખ ત્રીજી સપ્ટેમ્બર એ પ્રથમ સુનાવણી રાખવામાં આવી છે. વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં તારીખ ૨૮/ ૫/૨૦૨૪ ના રોજ આગ ફાટી નીકળવામા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારી સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા.
આ બનાવ વાળી જગ્યા ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારી ની સાઠગાઠ હોવાના કારણે દુઃખદ ઘટના બની હતી. આ બનાવને ગંભીરતા લઇ રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ખેડૂત ભાઈઓ, ટીઆરપી ગેમના ભાગીદારો અને જવાબદાર અધિકારી સહિત ૧૬ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરાયા હતા. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરી હતી.
આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોય નીચેની અદાલત દ્વારા કેસ આજે સેશન્સ કમિટ કરવામાં આવેલો હોય આ કેસમાં સંડોવાયેલા ૧૫ આરોપીને અદાલતમાં હાજર રખાયા હતા. દરેકને ચાર્જસીટની કોપી અપાયા બાદ આ કેસને નીચેની કોર્ટ દ્વારા સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો. આ કેસ સેશન્સ કમિટ થતાં સેશન્સ કોર્ટ દ્વારા આગામી તારીખ ત્રીજી સપ્ટેમ્બરના રોજ પ્રથમ સુનાવણી રાખવામાં આવી છે.આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડી. પી.પી. નીતેષ કથીરીયા તેમજ ભોગ બનનાર પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને કારોબારી સભ્ય અજયસીહ ચૌહાણ રોકાયા હતા.
તુષાર ગોકાણી સ્પે.પી.પી.
નિતેષ કથીરીયા
મદદનીશ પબ્લીક
પ્રોસીકયુટર
(3:22 PM IST)










