<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

કોઠારીયા-મવડી-કાલાવડ રોડ પર મંજુરી વિનાના ગેરકાયદે ર૩૭ બોર્ડ-બેનરો જપ્‍ત

મનપાની દબાણ શાખા ત્રાટકી વિવિધ વિસ્‍તારમાં રસ્‍તા પર નડતર રૂપ ૧૦૩ રેંકડીઓ જપ્‍તઃ ર.રપ લાખનો વહીવટી ચાર્જ વસુલ કર્યો

રાજકોટ, તા. ર૧ :  મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.૦૮ થી તા.૧૭/દરમ્‍યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૧૦૩ રેકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, ૮પ૯ શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, ર૩૭ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ શાખાએ કોઠારીયા સોલવન્‍ટ, કોઠારીયા મેઈન રોડ,મવડી મેઈન રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી,જ્‍યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્‍તા પર નડતર રૂપ ૧૦૩  રેકડી, કેબીન જપ્ત કરવામાં આવી હતી તથા કોઠારીયા સોલવન્‍ટ, કોઠારીયા મેઈન રોડ,જ્‍યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક, અર્ટીકા, રવિરત્‍ન પાર્ક, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્‍પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્‍ય ૫૫૮ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

જંક્‍શન રોડ, જ્‍યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્‍કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ, લક્ષ્મીનગર નાલા પાસેથી ૮૫૯ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્‍તાર, સ્‍વામીનારાયાણ ચોક પરથી રૂ.૧,૭૫,૧૪૫/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.૫૦,૮૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ કાલાવડ રોડ, યુનિ. રોડ, સ્‍પિડવેલ ચોક સુધી, સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, પરથી ૨૩૭ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

(3:26 PM IST)