<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

IDFC ફર્સ્‍ટ બેન્‍કની પ૮ લાખની બાકી સંદર્ભે કોઠારીયા રોડ ઉપર ૧ર૦ ચો.વારના પ્‍લોટનો કબજો લેવાયો

પૂર્વ વિસ્‍તારના મામલતદાર તથા સર્કલ ઓફીસર દ્વારા કાર્યવાહીઃ કલેકટરને રીપોર્ટ કરાયો

રાજકોટ તા. ર૧: રાજકોટ જીલ્લા કલેકટરની સુચના અને આદેશ બાદ આજે પૂર્વ વિસ્‍તારના મામલતદારશ્રી ચાવડા અને તેમના સર્કલ ઓફીસર શ્રી સત્‍યમ શેરસીયાએ બેન્‍ક સિકયોરાઇટ ઝેશન એકટ હેઠળ કોઠારીયા મેઇન રોડ પર ૧ર૦ ચોરસ વારના પ્‍લોટનો કબજો લઇ બેંકને સોંપી દીધો છે.અધીકારી સુત્રોના કહેવા મુજબ IDFC ફર્સ્‍ટ બેન્‍કની પ૮ લાખ ૪૭ હજારની રકમની બાકી પ્રશ્‍ને રેવન્‍યુ સર્વે નં. ર૮પ પૈકીના રહેણાંક-૪-A અને ૩-B પૈકીના ૧ર૦ ચોરસ વાર પ્‍લોટ કે જેના માલિક મેસર્સ સાગર ડીઝલના અરવિંદભાઇ તોગડીયા તથા જીવનભાઇ તોગડીયાના પ્‍લોટ-મીલકતનો કોઠારીયા રોડ ઉપર કબજો લેવાયો હતો.

 

(3:28 PM IST)