<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

શહેરમાં વધુ ૬૭ દુકાનદારો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગકર્તા ઝડપાયાઃ ૫ કિલો જપ્‍ત

જાહેરમાં ગંદકી બદલ કાર્યવાહીઃ ૨૦ હજારનો દંડ

રાજકોટ,તા. ૨૧:  મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે તારીખᅠ૨૦ના ત્રણેય ઝોન વિસ્‍તારઅલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.ᅠ૨૦ના ત્રણેય ઝોનમાંથી કુલ ૬૭ આસામીઓ પાસેથી ૪.૧૧ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૯૮૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ અંગ મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ સેન્‍ટ્રલ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૨૩ પાસેથી ૦.૬૨ᅠᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૬૯૦૦નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૨૮ પાસેથી ૨.૮૪ ᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૮૩૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્‍ટ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતાᅠ૧૬ᅠપાસેથીᅠ૦.૬૫ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૪૫૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર,સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર, સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ

(3:28 PM IST)