News of Wednesday, 21st August 2024
કાલાવડ રોડ પર કાફેના રૂમમાં યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ સંચાલક સહિત ૬ જુગાર રમતા પકડાયા
જુગારની મોસમ ખીલીઃ ત્રણ દરોડામાં ૧૮ પતાપ્રેમી ઝપટે ચડયા : શિવાજીનગરમાં બીડીવીઝન પોલીસે મકાનમાંથી સાત અને અંબીકાટાઉન શીપમં ક્રાઇમબ્રાંચે પાંચને પકડયા

રાજકોટઃ તા. ૨૧: શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી કાલાવડ રોડ પર બુલ્સ કાફેમાંથી છ, લાલપરી મફતીયાપરા શિવાજીનગરમાં ડેલામાંથી સાત અને અંબીકા ટાઉન શીપ ફલેટમાંથી પાંચ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે આવેલા બુલ્સ કાફેમાં જુગારધામ ચાલતુ હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ. આઇ. સમીરભાઇ શેખને બાતમી મળતા સ્ટાફ સાથે બુલ્સ કાફેમાં દરોડો પાડી રૂમમાં તીનપત્તીનો જુગાર રમતા સંચાલક રામ લાખાભાઇ ખુંટી (રહે.મૂળ પોરબંદર હાલ ગુજરાત હાઉસીંગ કોલોની સોમનાથ સોસાયટી શેરી નં. ૩ માં ભાડો તથા કોઠારીયા રોડ દેવપરાના કેટરર્સના ધંધાર્થી કિશોરભાઇ,અજાણી યુનિવર્સિટી રોડ પંચાયત ચોક પાસે નંદનવન સોસાયટીના બોકસ ક્રિકેટ ચલાવતા અંકીત રતનસીભાઇ કાનાણી, કાલાવડ રોડ રવીપાર્કના વિશાલ પ્રવિણભાઇ પઢીયાર,યુનિવર્સિટી નં. ૨૧૬ ના હાર્દિક હસમુખભાઇ સીણોજીયા, અટલ સરોવર સામે ક્રીસ્ટલ એવન્યુ એપાર્ટમેન્ટ બ્લોક નં. સી/૮૦૩ના મોહંમદઝૈદ ઇરફાન અહેમદ પીરઝાદાને પકડી લઇ રૂા. ૧૬૫૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી આ કામગીરી પી.આઇ. જે.એમ. કૈલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.બી.આર. ભરવાડ, એ.એસ.આઇ.સમીભાઇ શેખ,હેડ કોન્સ રઘુભાઇભાવાળા અને કોન્સ ગોપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી
જયારે બીજા દરોડામાં મોરબીરોડ લાલપરી મફતીયાપરા શીવાજીનગરમાં આવેલ ધરતી ટિમ્બર નામના ડેલામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા પી.આઇ.એસ.એમ. જાડેજા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.કે.ડી.મારૂ, હેડ કોન્સ મોહસીનખાન મલેક, કોન્સ ભાનુશંકરભાઇ ધાંધલા,જયદીપસિંહ બોરાણા,રાજદીપભાઇ પટગીર અને પંકજભાઇ માળી સહિતે ધરતી ટિમ્બર નામના ડેલામાં૦ દરોડો પાડી સંચાલક મગન વેલજીભાઇ પાનસુરીયા (રહે મોરબી રોડ જકાત નાકા પાસે અક્ષર પાર્ક શેરી નં. ૧) તથા કુવાડવા રોડ ડીમાર્ટ પાછળ શીવધારા સોસાયટી આર્ગકૃતી એપાર્ટમેન્ટના નિલેશ રાઘવભાઇ પાનસુરીયા,મોરબી રોડ મીરાપાર્ક શેરી નં.૧ ના અશ્વીન મકનભાઇ નાથાણી,પેડક રોડ ગુજરાત સોસાયટી શેરી નં. ૬ ના અંકુર ભનુભાઇઅકબરી, મોરબી રોડ મીરાપાર્ક શેરી નં. ૧ ના ધ્રુવીલ ઘેલાભાઇ નાથાણી, પેડક રોડ બ્રહ્માણીયાપરા શેરી નં. ૯ ના નક્ષીત શૈલેષભાઇ રામાણી અને સંતકબીર રોડ કનકનગર શેરી નં. ૮ ના સંદીપ જીવણભાઇ બળેલીયાને પકડી લઇ રૂા. પર,૭૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
જયારે ત્રીજા દરોડા ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. અમીતભાઇ અગ્રાવત કોન્સ. નગીનભાઇ ડાંગરને બાતમી મળતા સુવર્ણ ભૂમિ મેઇન રોડ અંબીકા ટાઉનશપી શ્રી દર્શન વાટીકા ફલેટ નં. ૧૦૩ માં દરોડો પાડી ફલેટ માલીક પ્રશાંતભાઇ ભરતભાઇ સોલંકી, બાલાજી હોલ પાસે બેકબોન પાર્ક શેરી નં. ૪ ના રાકેશ રણછોડભાઇ સાવલીયા, સુવર્ણભૂમિ મેઇન રોડ, શ્રી વલ્લભ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪૦૩ ના દીપ દીનેશભાઇ કાંજીયા, યુનિવર્સિટી રોડ સહારા એપાર્ટમેન્ટની સામે રહેતા જય નિલેશભાઇ ભલાણી અને નાના મૌવા રોડ ગોવિંદ પાર્ક શેરી નં. ૧ ના વિશાલ ચંદુભાઇ વડાલીયાને પકડી લઇ રૂા. ૬૪૩પ૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પી. આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. જે. હુણ, એ. એસ. આઇ. વાલાભાઇ ડાભી, હેડ કોન્સ. અમીતભાઇ અગ્રાવત, કિરતસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી
(3:30 PM IST)










