<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

માધાપર ચોકડી પાસેથી ચોરીના ગુનામાં ત્રણ માસથી ફરાર કબીર માલાણી પકડાયો

પેરોલ ફરલો સ્‍કવોડના પીઆઇ બી. વી. ઝાલા તથા ટીમે દબોચ્‍યો

રાજકોટ તા. ર૧ :.. શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં ત્રણ માસથી ફરાર શખ્‍સને પેરોલ ફરલો સ્‍કવોર્ડ માધાપર ચોકડી પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ - અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા ગુનામાં સામેલ શખ્‍સને પકડી પાડવા માટે પોલીસ કમિશનરશ્રી બ્રજેશ ઝાએ સૂચના આપતા પેરોલ ફરલો સ્‍કવોડના પીઆઇ બી. વી. ઝાલા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્‍યારે બાતમી મળતા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર કબીર ગનીભાઇ ઉર્ફે ગણેશભાઇ માલાણી (ઉ.૧૯) રહે. માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટી) ને માધાપર ચોકડી પાસે વંૃદાવન સોસાયટી પાસેથી પકડી લીધો હતો. તેમજ શહેર અને જીલ્લામાંથી હદપાર કરાયેલા નરેશ મુળજીભાઇ દેત્રોજીયા (ઉ.૩૬) (રહે. સેન્‍ટ્રલ જેલ પાછળ પ૩ કવાર્ટર પાણીના પમ્‍પની બાજુમાં) ને કવાર્ટર પાસેથી પકડી લીધો હતો.

(3:31 PM IST)