News of Wednesday, 21st August 2024
૪૧ હજાર બહેનોએ વિનામૂલ્યે મુસાફરીનો લાભ લીધો
રક્ષાબંધન દિવસે સીટી-બીઆરટીએસ બસમાં નિશુલ્ક ભેટ યોજનામાં

રાજકોટ, તા. ર૧ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો, મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરી રહેશે તે અંગેની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ. જેના અનુસંધાને તા.૧૯ ને રક્ષાબંધનના પવિત્ર દિવસે મહાનગરપાલિકા સંચાલિત બી.આર.ટી.એસ. અને સિટી બસ સેવામાં કુલ ૪૧૫૨૧ બહેનો/મહિલાઓએ નિઃશુલ્ક મુસાફરી કરી હતી તેમ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બી.આર.ટી..એસ. બસ સેવામાં રક્ષાબંધનના દિવસે મહિલાઓને નિઃશુલ્ક મુસાફરીની ભેટ આપવામાં આવી હતી. જેમાં સિટી બસમાં કુલ ૨૫૯૦૦ બહેનો/મહિલાઓ અને બી.આર.ટી.એસ. બસ સેવામાં કુલ ૧૫૬૨૧ બહેનો/મહિલાઓએ નિઃશુલ્ક મુસાફરીનો લાભ લીધો હતો.
મહાનગરપાલિકાહસ્તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. મહાનગરપાલિકાદ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.૧૯, સોમવારના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની ભેટ આપે છે. ઙ્કરક્ષાબંધનઙ્ઘના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત ફક્ત બહેનો/મહિલાઓ નિઃશુલ્ક મુસાફરી કરી હતી જયારે પુરુષોએ મુસાફરી દરમ્યાન રાબેતામુજબ જ નિયત દરની ટીકીટ લઈને મુસાફરી કરી હતી
(3:32 PM IST)










