<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

આશીર્વાદ સ્‍કુલમાં નેત્ર-રોગ નિદાન કેમ્‍પ યોજાયો

વિદ્યાર્થીઓ-વાલીઓ તથા આસપાસના રહેવાસીઓએ લાભ લીધો નેત્રદીપ હોસ્‍પીટલના ડો. સાપોવાડીયાની સેવાઃ રામેશ્વર મિત્ર મંડળ દ્વારા સહયોગ

રાજકોટ, તા. ર૧ : શહેરના રેલનગર વિસ્‍તારમાં આવેલ શ્રી આશીર્વાદ સ્‍કુલના વિનામૂલ્‍યે નેત્ર રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરેલ હતું. જેમાં સ્‍કુલમાં અભ્‍યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ અને તેના પરિાવરજનોએ તથા આજુબાજુના વિસ્‍તારમાં રહેતા લોકોએ આ તપાસ કેમ્‍પનો લાભ લઇ પોતાની આંખ પ્રત્‍યેની અવેરનેસ દર્શાવી હતી.

આ કાર્યક્રમનું આયોજન શ્રી આશીર્વાદ સ્‍કુલ અને રામેશ્વર મિત્રમંડળ દ્વારા કરાયું હતું. જેમાં નેત્રદીપ મેકસવિઝન આઇ હોસ્‍પિટલના ડો. સાપોવાડિયા અને તેમની ટીમે ફ્રીમાં સેવા આપેલ છે. શાળા સંચાલક વિરેન્‍દ્રભાઇ પટેલ દ્વારા હોસ્‍પિટલની ટીમ તેમજ શ્રી રામેશ્વર મિત્રમંડળનો તથા સ્‍કુલ સ્‍ટાફનો આભાર વ્‍યકત કરાયો હતો.

(3:54 PM IST)