News of Wednesday, 21st August 2024
જિલ્લા પંચાયત કચેરી માટેની નવી જગ્યા ઓછી પડીઃ બે શાખાઓને સમાવવાની સમસ્યા
બાંધકામ અને સિંચાઇ શાખા હાલની જગ્યાએ જ રહે તો વહીવટી મુશ્કેલી અને નવી ઇમારત નિર્માણમાં વિધી

રાજકોટ તા. ર૧ :.. જિલ્લા પંચાયતની વર્તમાન કચેરી તોડીને ત્યાં નવી કચેરી બનાવવા માટે હાલની કચેરીનું વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જુની કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. મોટાભાગની શાખાઓ આવતા દોઢ - બે વર્ષ માટે નવી જગ્યાએ ફેરવાઇ ગઇ છે. કોર્ટ બિલ્ડીંગના સાત માળમાં પંચાયત કચેરી માટે જગ્યા ખૂટી પડતા વહીવટી તંત્ર માટે મુશ્કેલી ઉભી થયાનું જાણવા મળે છે.
જાણવા મળ્યા મુજબ હવે માત્ર પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, અને સિંચાઇ તથા બાંધકામ શાખાનું સ્થળાંતર બાકી છે. તે હાલ યાજ્ઞિક રોડ તરફના ભાગે પહેલા માળે બેસે છે. પદાધિકારીઓ અને મુખ્ય અધિકારીઓ માટે નવી બિલ્ડીંગ જગ્યા રાખી દેવામાં આવી છે. તેનું જન્માષ્ટમી પછી સ્થળાંતર થશે.
માર્ગ મકાન અને સિંચાઇ શાખા માટે કોર્ટ બિલ્ડીંગમાં જગ્યા રહી નથી. જો બન્ને શાખાઓને હાલના સ્થાને જ રાખવામાં આવે તો જી-સ્વાન કનેકટીવીટી સહિતની મુશ્કેલી પડે તેમ છે. ઉપરાંત નવી બિલ્ડીંગ નિર્માણમાં પણ અડચણ થાય છે. વૈકલ્પિક સ્થળે ખુટતી જગ્યાની ગોઠવણ કઇ રીતે કરવી તેનો અભ્યાસ ઉચ્ચ અધિકારીઓ કરી રહયા છે
(3:55 PM IST)










