<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

જિલ્લા પંચાયતના બાંધકામ ઇજનેર મહાલાની બદલીઃ પરમારની નિમણુક

રાજકોટ તા.૨૧: માર્ગ-મકાન વિભાગ દ્વારા કાર્યપાલક ઇજનેર કક્ષાના ૧૧ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વિભાગના સંયુકત સચિવ અંજના રાઠોડની સહિ થી હુકમ પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના ઇજનેર એસ.બી. મહાલાને સુરત શહેરી વિકાસ સતા મંડળમાં મુકવામાં આવ્‍યા છે. તેમના સ્‍થાને અમરેલીથી પરાગ પરમારની નિમણુંક કરવામાં આવી છે. તેઓ અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ગયા છે. દ્વારકાના યુ.બી. ચોૈધરી નર્મદા ખાતે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિમાં મુકવામાં આવ્‍યા છે

(3:57 PM IST)