<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

બાપુનગરના સ્‍મશાનગૃહનું બે કરોડના ખર્ચે આધુનિકરણ

રાજકોટ,તા. ૨૧: આજીનદીના કાંઠે બાપુનગર વિસ્‍તારમાં આવેલ અને જય સરદાર યુવા ગ્રુપ સંચાલિત સ્‍મશાનગૃહ આશરે ૪૦-૫૦ વર્ષ પુરાણું છે. અને અતિ જર્જરિત થઈ ગયેલ છે. તેમજ ચોમાસા દરમ્‍યાન નદીનું પાણી ભરાઈ જતું હોઈ, તેના આધુનિકરણ માટે સંચાલક સંસ્‍થાએ રજૂઆત કરતાં, રાજકોટ-૭૦ ના ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળાએ રાજકોટ મહાનગરપાલિકામાં આ અંગે વારંવાર રજૂઆત કરતાં, તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા તરફથી આ સ્‍મશાન ને આધુનીકરણ કરવા માટે રૂ. ૨-૧૦ કરોડની ગ્રાન્‍ટ મંજૂર કરવામાં આવેલ છે.

જેમાં સ્‍મશાનગૃહ માં ભરતી ભરી ઊંચું લેવા, નવી છાપરીઓ બનાવવા, લાકડા માટે મોટો સ્‍ટોરરૂમ, ડાઘુઓને બેસવા છાપરીઓ, બાકડાઓ, પીવાના પાણી, સ્‍નાન માટે ની વ્‍યવસ્‍થા,પ્રાર્થના ખંડનું રિનોવેશન,બગીચો બનાવવા વિગેરે સુવિધાઓના કામો આવરી લેવાશે. તેમ એન.વી.પટેલ કાર્યાલય ઇન્‍ચાર્જની યાદીમાં જણાવ્‍યું છે.

(4:06 PM IST)