<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

જીવરાજ પાર્ક પોલીસ હેડ કવાર્ટર પાસેના વોંકળા વિસ્‍તારમાં ગંદકીના ગંજઃ રોગચાળાનો ભય

  રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૧ ની હદમાં આવેલ અંબિકા ટાઉનશિપ વસંત વાટિકા સામે જીવરાજ પાર્ક પોલીસ હેડ કવાર્ટર  પાસેના વોંકળાના નાલા પાસે પાઇપ રેલીંગ ઉપર પતરા લગાવેલ છે ત્‍યાં બંને સાઇડ બાજુના રસ્‍તા ઉપર અતિશય કચરા ગંદકીના ઢગલાઓ થઈ ગયેલ હોવાથી  લોકોની અવર જવરના કારણોસર કોઈ પણ સમય સંજોગો માં મચ્‍છરો ના ઉપદ્રવ ફેલાવાથી ડેન્‍ગ્‍યુ મેલેરિયા ચિકનગુનિયા જેવી સામાન્‍ય બીમારીઓ માંથી ભયંકર રોગચાળા ફેલાવાની શક્‍યતા રહેલ હોવાથી તાત્‍કાલિક રસ્‍તાના વોકળાના નાલાની બંને સાઇડ બાજુના પાઇપ રેલીંગના પતરાં લગાવેલ છે ત્‍યાંથી તથા આજુ બાજુના વોકળા પાસેથી   સફાઈ કરાવીને કચરા ગંદકીના ઢગલાઓ ઉપડાવી ડી.ડી.ટી. દવા છંટકાવ કરાવી અપાવવા સામાજીક કાર્યકર સવજીભાઈ ફળદુ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. 

(4:28 PM IST)