News of Wednesday, 21st August 2024
પોલીસ સ્ટાફની ૧૫૦ થી વધુ બહેનોએ એ આઇપીએસ પિનાકીન પરમારને રાખડી બાંધવા કેમ પડાપડી કરી? ઐતિહાસિક કથા
સોશ્યલ મીડિયામાં વાયરલ બનેલ સુરતની ઘટના પાછળની લોકો જાણવા માગે છે તેવી પડદા પાછળની વિસ્તળત કથા પોલીસગીરી સાથે ઈશ્વરે મનુષ્યદેહ આપ્યો છે તો કોઈનું ભલું કરવુંએવી થિયરીમાં માનતા આ અધિકારીને વિશેષ પ્રેરણા મળે તેવા અનુપમસિંહ ગેહલોત જેવા પોલીસ કમિશનરનું પ્રોત્સાહન મળ્યું.

રાજકોટ તા.૨૧: સુરત શહેરમાં પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત દ્વારા ચાર્જ સંભાળ્યા પછી પોઝિટિવ એનર્જીનું પ્રમાણ વધવા સાથે કંઇક અનોખું કંઈક નવી ઘટના સતત પ્રકાશમાં આવી રહી છે. આવી ઘટનાઓ વચ્ચે એક અનુકરણીય અને પોલીસ તંત્ર માટે ખૂબ પ્રેરણાદાયક સ્ટોરી સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયેલ છે, જેની વિસ્તળત વિગત અત્રે પ્રસ્તુત છે.
ભાઈ બહેનના પવિત્ર સંબંધ એટલે રક્ષાબંધન, પોતાના પ્રજાલક્ષી અને માનવતાવાદી કર્યો માટે પોલીસ કમિશનર જેમજ ખૂબ જાણીતા આઇપીએસ એટલે સુરતના ડીસીપી પિનાકીન પરમાર વિષે આપણે ચર્ચા કરવી છે. પિનાકીન પરમાર ઓફિસમાં હાજર છે તેવું જાણી તેમની ચેમ્બરમાં પોલીસ સ્ટાફની ૧૫૦ જેટલી બહેનો રાખડીઓ સાથે પહોંચી ગયેલ અને સહુએ રાખડીઓ એક પછી એક જગ્યા ન હોય તો એક રાખડી ઉપર બીજી રાખડી બાંધી, અને તમને રાખડી બાંધી સંતોષ લીધો.
સુરતના ઝોન,૩ નાં ડીસીપી કાયદાના શાસન સાથે માનવતાનું શાસન પણ જરૂરી હોવાનું દ્રઢપણે માનતા હોવાથી પોલિસગિરી સાથે માનવતાગીરીમાં પણ વિશ્વાસ ધરાવે છે, ઈશ્વરે આપણને તક આપી છે તો સામાન્ય માણસનું ભલું થાય તેવા કાર્ય કરવા, આ દરમિયાન સુરત સીપી તરીકે અનૂપમસિંહ ગેહલોત આવ્યા એટલે ડીસીપી પિનાકીન પરમારને વિશેષ પ્રેરણા મળી. તેમણે જોયું કે પોતાના મહિલા સ્ટાફને અનેક પ્રકારની મુશ્કેલી છે, આથી તેમની તમામ જરૂરી સમસ્યા હલ કરવા એક મોટાભાઈ બની ઊભા રહ્યા, આ મહિલા સ્ટાફ માટે કોઈ ડોકટરની જરૂર હોય તો તેમની ગોઠવણ કરી આપે, રહેવાની સમસ્યા હોય તો તેમાં મદદરૂપ બને, મહિલા પોલીસ સ્ટાફના બાળકોના એડમીશનની બાબત હોય તો પણ સ્ટાફ પોતાના ભાઈ પાસે રજૂઆત કરતી હોય તેમ કરી શકે, અને આઇપીએસ પિનાકીન પરમાર પણ મદદરૂપ બને, મહિલા સશક્તિકરણ લગત કોઈ ફિલ્મ આવી હોય તો પોતાના વિશાળ સંબંધો દ્વારા સિનેમા હોલ બુક કરી સિનેમા સાથે ચા, નાસ્તા, ઠંડા પીણાની વ્યવસ્થા કરે, આવી બહેનોને પોતાના સગા ભાઈથી વિશેષ મદદરૂપ બનતા આ ડીસીપીને રાખડી બાંધવા પડાપડી થયેલ એનું રહસ્ય આ છે
(4:15 PM IST)










