<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

કાલે ગુરૂવાર બોળચોથથી જન્‍માષ્‍ટમી મહાપર્વનો પ્રારંભ

 

શ્રાવણ વદ ત્રીજને ગુરૂવાર તા.૨૨ ના દિવસથી  જન્‍માષ્ટમીના મહાપર્વનો પ્રારંભ થશે. આ વર્ષે છઠ્ઠ તિથીનો ક્ષય હોય તથા શુક્રવારે ચોથ તિથી સવારે ૧૦-૩૯ સુધી જ છે. આથી દરેક મુખ્‍ય પંચાંગ પ્રમાણે તથા જયોતિષના નિયમ પ્રમાણે બોળચોથ શ્રાવણ વદ ત્રીજને ગુરૂવારે છે.

બોળચોથને બહુલા ચોથ પણ કહેવાય છે.

એક પૌરાણિક માન્‍યતા પ્રમાણે શ્રી કળષ્‍ણ ભગવાન ને બહુલ નામ ની ગાય બહુ પ્રીય હતી આથી શ્રીકળષ્‍ણ ભગવાને બહુલા ગાયને વરદાન આપેલું કે શ્રાવણ વદ ચોથના દિવસે તારું પૂજન થશે આથી આ દિવસે ગાય પુજા નુ મહત્‍વ વધારે છે. ગાય મા તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. આમ ગાયની સેવા પુજા કરવાથી દરેક ભગવાનની પુજા થાય છે.

ગાયની પુજા અને સેવા કરવાથી ઘરમાં સ્‍થિર લક્ષ્મીનો વાસ રહે છે, ભાગ્‍યોદય થાય છે.

ખાસ કરીને બોળચોથના દિવસે ગાયને નવી ઝુલ, ઘંટડી અને ગાયને શણગારથી શણગારી ગાયને ઘાસ નાંખવું, ગાયની પુજા કરવી સાથે બીજા લોકોને પણ પુજા કરવાની પ્રેરણા આપવી, આ દિવસે ગાય અને વાછરડાનું પુજન કરવું.બોળચોથના દિવસે ખાંડવું નહી, દળવું નહી, છરી-ચપ્‍પુનો ઉપયોગ ન કરવો તે ઉપરાંત આ દિવસે રસોઈમાં ઘઉંનો ઉપયોગ ન કરવો. આ દિવસે વ્રત રહેવું બોળ ચોથ ની કથા વાંચવી અથવા સાંભળવી

પહેલાના જમાનામાં ગાયો વગરનું એક પણ ઘર હતું નહી. જેની પાસે ગાયો વધારે તે વધારે ધનવાન ગણાતા, સવારના સમયે ગૌસેવા થતી, પુરાણોમાં જોઈએ તો ઋષિ મુની પણ ગાયો રાખતા અને ભગવાન શ્રી કળષ્‍ણે પણ ગૌ સેવા કરેલી.

ભાગ્‍યોદય અને પ્રગતિ માટે દરરોજ અથવા દર ગુરૂવારે પોતાની બંને હથેળીમાં ગોળચોળી અને ગાયને હથેળી ચાટવા આપવી. આમ કરવાથી જીવનના બધા જ દોષ દુર થાય છે. જો કે આ વિધી કરવામાં શાંત ગાયને ગોતવી. ગાયને ઘાસ નાંખવાથી પિતળઓને મોક્ષગતી મળે છે. ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે. ગાયોની સેવા કરવાથી બીમારીમાંથી મુક્‍તિ મળે છે.

તા.રર ઓગષ્ટ ગુરૂવારે બોળચોથ,   તા.૨૩ ઓગષ્ટ શુક્રવારે નાગ પાંચમ,

 તા.૨૪ ઓગષ્ટ શનિવારે રાંધણ છઠ્ઠ,

 તા.રપ ઓગષ્ટ રવિવારે શિતળા સાતમ, તા.૨૬ ઓગષ્ટ સોમવારે જન્‍માષ્ટમી

- શાષાી રાજદીપ જોષી (વેદાંત રત્‍ન)

(મો. ૯૯રપ૬ ૧૧૯૭૭)

(4:23 PM IST)