<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

ધર્મયાત્રાનો રૂટ યથાવતઃ ધર્મરથના સંયોજક ધીરૂભાઇ વીરડિયા

નામ હૈ તેરા તારણહારા, કબ તેરા દર્શન હોગા, જીનકી પ્રતિમા ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા : જન્‍માષ્‍ટમીની યાત્રાનો મવડી ચોકડીથી પ્રારંભ થશે, પેડક રોડ પર વિરામઃ ફલોટ માટે ટ્રાન્‍સપોર્ટ એશો. દ્વારા નિઃશુલ્‍ક સેવાઃ ભકતોમાં ભારે ઉત્‍સાહ

રાજકોટ,તા. ૨૧: વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા તા. ૨૬ સોમવારે શહેરમાં નીકળનારી ભવ્‍ય શોભાયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્‍યો છે. મોટી સંખ્‍યામાં ફલોટ, બેન્‍ડ પાર્ટી, કળશધારી બહેનો, સુશોભીત થ્રી-વ્‍હીલર, ટુ-વ્‍હીલર અનેક સણગાર કરીને આવેલા નાના વાહનો, ઉંટ ગાડી, ઘોડેસવાર, સણગારેલ ટ્રાઈસીકલ, સણગારેલ સાયકલો સહિતની નીકળનારી ભવ્‍ય શોભાયાત્રા નીચેના રૂટ પર શહેરભરમા ભ્રમણ કરશે.  યાત્રાના ધર્મરથમાં સંયોજક તરીકે ધીરૂભાઇ વીરડિયા રહેશે.રથયાત્રામાં અનેક સંસ્‍થા, મંડળ, ગ્રુપ દ્વારા પોતાના કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરેલા ફલોટસ લઈને યાત્રામાં જોડાતા હોય છે. આ સેવાભાવી મિત્રોને ખર્ચમાં વિશેષ ખર્ચ વાહનનો થતો હોય છે. આ ખર્ચને પહોંચી વળવા માટે રાજકોટના અનેકવિધ સેવાભાવી ટ્રાન્‍સ્‍પોટરો દ્વારા પોતાના વાહનો ફલોટ બનાવવા માટે નિઃશુલ્‍ક ધોરણે ફાળવવાની સેવા વર્ષોથી કરે છે. પેટ્રોલ પુરાવી ડ્રાઈવરની સુવિધા સાથે ટ્રાન્‍સ્‍પોટરો સેવા આપે છે. તેમના યોગદાન થકી દર વર્ષે જન્‍માષ્‍ટમીની શોભાયાત્રા ઉતરોતર પ્રગતિના અવનવા સોપાનો સર કરી રહી છે.

આ વર્ષે આ ટ્રાન્‍સ્‍પોર્ટરોશ્રીઓએ શોભાયાત્રામાં પોતાના વાહનો આપવાનું નકકી કરેલ છે જેમાં ઝાલાવડ ટ્રાન્‍સપોર્ટ ૩-ગાડી, મમતા ટ્રાન્‍સપોર્ટ ર-ગાડી, ત્રિશુલ ટ્રાન્‍સપોર્ટ ૩-ગાડી, શ્રમશ્રઘ્‍ધા ટ્રાન્‍સપોર્ટ ૧-ગાડી, જલારામ ટ્રાન્‍સપોર્ટ ૩-ગાડી, હરેશ ટ્રાન્‍સપોર્ટ ૧-ગાડી, પીએમપી સુરેશભાઈ ર-ગાડી, બંસલ કાર્ગો ર-ગાડી, ઓમશકિત - મનોજભાઈ ર-ગાડી, શિવમ ટ્રાન્‍સપોર્ટ ર-ગાડી, હિરેન ટ્રાન્‍સપોર્ટ ર-ગાડી, ગજાનન રોડલાઈન્‍સ ર-ગાડી, સદગુરૂ ટ્રાન્‍સપોર્ટ ૧-ગાડી, પ્રિતી રોડલાઈન્‍સ મુકેશભાઈ ૧-ગાડી, કૌશીક રોડલાઈન્‍સ મુનાભાઈ ર-ગાડી, યદુનંદન ટ્રાન્‍સપોર્ટ ર-ગાડી, માંડવરાયજી સંજયભાઈ ર-ગાડી, ઓમ રોડલાઈન્‍સ મંગેશભાઈ ર-ગાડી, કે. કે. રોડલાઈન્‍સ ૧-ગાડી, એલ.એચ. રોડલાઈન્‍સ ૧-ગાડી, યાદવ ટ્રાન્‍સપોર્ટ મનવીરભાઈ ૧-ગાડી, શ્‍વેતા રોડવેઝ ૧-ગાડી, જાનવી, શીવા ૧-ગાડી, ભવાની રોડવેઝ - ઈશ્‍વરભાઈ ૩-ગાડી, રામાણી રોડવેઝ ૧-ગાડી, આરજેટી રોડવેઝ ૧-ગાડી,  સનરાઈઝ લોજીસ્‍ટીક ૧-ગાડી, રાજધાની રોડવેઝ ર-ગાડી, વિકી અરોરા - ગગન ટ્રાન્‍સપોર્ટ ર-ગાડી, વીએમ ફ્રૂટ - ડ્રાઈવર સાથે ૧-ગાડી, વી ટ્રાન્‍સ - જીજ્ઞેશભાઈ રાવલ ૧-ગાડી, રશેસભાઈ બાલાજી ટ્રાન્‍સપોર્ટ ૧-ગાડી, બીએનવી ટ્રાન્‍સપોર્ટ - નાગજીભાઈ ર-ગાડી, સત્‍યવિજય ટ્રાન્‍સપોર્ટ ૧-ગાડી, વૈભવ રોડવેઝ ૧-ગાડી, શ્રી ટ્રાન્‍સપોર્ટ ૧-ગાડી, ઈગલ રોડવેઝ પરેશભાઈ ૧-ગાડી, દિપક કાર્ગો મુવર્સ - ભકિતનગર ૧-ગાડી, લક્ષ્મી ટ્રાન્‍સપોર્ટ - બલદેવસિંહ રાણા ૧-ગાડી, મનોજ ટ્રાન્‍સપોર્ટ ર-ગાડીનો સમાવેશ થાય છે.

 દર વર્ષે યોજાતી ભવ્‍ય શોભાયાત્રાને નિહાળવા માટે લાખોની સંખ્‍યામા રાજકોટની ધર્મપ્રેમી જનતા ઉમટી પડે છે. નાના બાળકો, મહિલાઓ, યુવાનો, વયોવૃઘ્‍ધો સહિતનો હિન્‍દુ સમાજ ભગવાન શ્રીકૃષ્‍ણના દર્શનનો અદભુત લ્‍હાવો આ શોભાયાત્રામાં લેતા હોય છે. આ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળવાની છે તે રૂટની યાદી આજરોજ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષેનો રૂટ યથાવત રાખવામાં આવ્‍યો છે.

ધર્મરથના સંયોજક તરીકે ધીરૂભાઇ વીરડિયા

જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા દર વર્ષે નવિનતમ થીમ અને સૂત્ર સાથે જન્‍માષ્‍ટમીની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે યોજાતી શોભાયાત્રામાં મુખ્‍ય રથ આ થીમ અને સૂત્ર પર આધારીત હોય છે. આ વર્ષે જાહેર થયેલા થીમ અને સૂત્ર પર આધારીત રથયાત્રાનો મુખ્‍ય રથ કે જે એક વિશેષ ટ્રોલીમાં બનવવામાં આવે છે. આ ટ્રોલીને અન્‍ય વાહન દ્વારા વહન કરવામાં આવતી હોય છે. રથયાત્રાના આકર્ષણ સમાન અને રૂટ ઉપર ઠેર ઠેર જયાં ભગવાનના વધામણા કરવામાં આવે છે તેવો મુખ્‍ય રથ આ વર્ષની થીમ મુજબ બનવાનો છે. આ મુખ્‍ય રથ બનાવવા માટેના સંયોજક બનવાનું બીડુ જાણીતા શ્રેષ્ઠી અને દાનવીર દાતા શ્રી ધીરૂભાઈ વીરડીયાએ ઝડપયુ છે. ઉદ્યોગપતિ  ધીરૂભાઈ વીરડીયા (મો.૯૪૨૬૭ ૧૯૩૨૪) સેવાકીય અને સામાજીક કાર્ય ક્ષેત્રે પોતાની અનન્‍ય સેવા ઘણા સમયથી આપી રહયાં છે. કરતા ધીરૂભાઈ વીરડીયા આ વર્ષે પોતાના સ્‍વખર્ચે રથયાત્રાનો મુખ્‍ય રથ બનાવવાના છે. તેઓ મુળ ગોંડલ પંથકના મોટા મહીકાના વતની લેઉઆ પાટીદાર શ્રેષ્ઠી છે તેમજ સ્‍વામિનારાયણ સંપ્રદાયના જાણીતા હરિ ભકત છે. તેમજ તેઓની ઉપર સંતોની કૃપા પ્રાપ્‍ત થયેલ છે તેમજ અનેકવખત ભાગવત કથા જેવા મોટા કાર્યક્રમો કરી ચુકયા છે.  સંપ્રદાયના શ્રેણીબંધ સંતોએ તેમના ઘરે પધરામણી કરેલી છે. તેઓ તથા તેમના સુપુત્ર સાગર વીરડિયા કોઈપણ જાતના ભેદભાવ વગર જરૂરીયાતમંદોને મદદ કરવાની ઉમદા ભાવના ધરાવે છે. પ્રગતિશીલ ખેડૂત છે જમીન-બાંધકામ સાથે સંકળાયેલ છે અને તેમનું સંબંધોનું વર્તુળ વ્‍યાપક છે. આ મુખ્‍ય રથના સંયોજક તરીકે ધીરૂભાઈ વીરડીયાએ જણાવ્‍યું હતું કે, આપણી કમાણીનો અમુક ભાગ સદકાર્યમાં ન વપરાય તો એવી કમાણી શું કામની. ઈશ્‍વરે જયારે તમને આટલુબધુ આપ્‍યું હોય ત્‍યારે એમાથી થોડા અંશ રૂપે ઈશ્‍વર પ્રત્‍યે શ્રઘ્‍ધા રાખીને ઈશ્‍વરના કામ માટે પરત વાળવું એ આપણી સંસ્‍કૃતિનું એક આગવું પાસુ છે. આપણા વડવાઓ પણ આ સિઘ્‍ધાંતોને કારણે જ સુખી અને સમૃઘ્‍ધ હતા. એ પરંપરાને નિભાવવાના ભાગ રૂપે વ્‍યવસાયમાંથી કરેલી કમાણીમાંથી અમુક રકમ ભગવાન શ્રીકૃષ્‍ણના ચરણોમાં અર્પણ કરતા હું ધન્‍યતા અનુભવું છું.  ધીરૂભાઇની નિમણુંક થતા માર્ગદર્શકો સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્‍સવ સમિતિના અઘ્‍યક્ષ રાજદિપસિં જાડેજા (રાજાભાઈ વાવડી), કાર્યકારી અઘ્‍યક્ષ તિર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ), શોભાયાત્રાના અઘ્‍યક્ષ વિજયભાઈ વાંક, શોભાયાત્રાના સંયોજક બંકીમભાઈ મહેતા, સહસંયોજકો મનીષભાઈ બેચરા, મહોત્‍સવ સમિતિના ઈન્‍ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્‍ચાર્જ કૃણાલભાઈ વ્‍યાસ, કોષાઘ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત, સહ-કોષાઘ્‍યક્ષ રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્‍ચાર્જો વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, હર્ષભાઈ વ્‍યાસ તથા પ્રેસ મીડીયા ઈન્‍ચાર્જ પારસભાઈ શેઠ સહિતના લોકોએ અભિનંદન પાઠવ્‍યા છે. તેમ નિતેશભાઈ કથીરીયા જણાવે છે.

 ધર્મયાત્રા (રથયાત્રા) રૂટ - ર૦ર૪

* ધર્મસભા

* ધર્મયાત્રા પ્રસ્‍થાન મવડી ચોકડીથી 

* નાનામવા સર્કલ, કે.કે.વી. હોલ સર્કલ

* રૈયા સર્કલ

* હનુમાન મઢી ચોક, આમ્રપાલી રોડ

* કિશાનપરા ચોક

* જિલ્લા પંચાયત ચોક

* ફુલછાબ ચોક

* હરીહર ચોક

* પંચનાથ મંદિર રોડ, લીમડા ચોક, ભાવનગરનો

  ઉતારો એસ.બી.આઈ. બેંકની બાજુમાં

* ત્રિકોણબાગ થી

* જુની ગેસ્‍ફોર્ડ ટોકીઝ રોડ થી

* માલવીયા ચોક થી

* લોધાવાડ ચોક થી

* ગોંડલ રોડ, મકકમ ચોક, ૮૦ ફુટ રોડ, 

  પાસપોર્ટ ઓફીસ

* નાગરીક બેંક ચોક, ધારેશ્‍વર મંદિર, ભકિતનગર સર્કલ

*       સોરઠીયાવાડી ચોક

*       કેવડાવાડી મેઈન રોડ

* બોમ્‍બે આર્યન ચોક થઈને જિલ્લા ગાર્ડન ચોક

* રામનાથપરા જેલ ચોક, જુનુ બી-ડીવીઝન પોલીસ

  સ્‍ટેશન થઈ

* ચુનારાવાડ મેઈન રોડ

* ચંપકનગર

* સંતકબીર રોડ

* કે.ડી. કોમ્‍પલેક્ષ ચોક

* ગોંવિદબાગ શાકમાર્કેટ

* બાલક હનુમાન મંદિર, પેડક રોડ, પાણીના ઘોડા

     ખાતે સમાપન

(4:27 PM IST)