News of Thursday, 22nd August 2024
સામાન્ય અરજીમાં પણ મોટા તોડ : ગુનેગારો-ટપોરીયો દારુ-જુગારના ધંધાર્થીઓ બેફામ : ગાયત્રીબા વાઘેલા
શહેરની પોલીસ ભાજપ સરકારના વી.વી.આઈ.પીઓની સેવામાં અને દારુ જુગાર સટ્ટાના મોટા માથાઓને ધંધામા સેઈફ પેસ કરી આપવામાં વ્યસ્ત : ભાજપ સરકારમા કાયદો વ્યવસ્થા ચિથરેહાલઃ ગોરખધંધા અટકાવા જનતા રોડ : ઉપર ઉતરી : હવે પોલીસ કમિશનર પોલીસ તંત્રને પ્રજાભિમુખ બનાવે તેવી લોકમાંગણી

રાજકોટ, તા., રરઃ શહેરમા છેલ્લા ઘણા સમયથી શહેરના ઉંચ્ચ પોલીસ અધિકારીઓની નિષ્ક્રિયતા અને તાજેતરમા યુની. પોલીસ સ્ટેશનમા થયેલ ACB ની ટ્રેપ અને માલવીયા પોલીસ સ્ટેશન ના મહીલા PSI દ્વારા સામાન્ય અરજી બાબતે કરવામા આવેલ લાંચ ની માંગણી ની વાયરલ થયેલ ઓડીયો ક્લીપ કુવાડવા અને એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર સહિત સમગ્ર શહેરમા બેફામ બની ટ્રાફિક ના નિયમોને નેવે મૂકી પોલીસની હપ્તા વસુલીથી ચાલતા ડમ્પરો શહેર મા ચાલતા ઈંગ્લીસ તેમજ દેશી દારુના ખુલ્લેઆમ વેચાણની જનતા રેડ થાય પણ પોલીસની રેડ નો થાય અને કયારેક થાય તો પણ ગોઠવણ થી નામ પૂરતી જ થાય જેમા પણ નક્કર કામગીરી ઓછી અને દેખાડો જાજો એવો ઘાટ થઈ રહ્યો છે તેમ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું છે કે, શહેરનુ આખુ પોલીસ તંત્ર ભાજપના માનીતા આકાઓના હુકમની તામિલ કરવામા અને બાકીનો સમય શહેરમા ચાલતા દારૂ-જુગાર સટ્ટા ના ઉઘરાણીના હવાલામા વ્યસ્ત રહેતુ હોય તેવી પ્રતિતી શહેર ની જનતા અનુભવી રહી છે. સાઈબર સેલ પણ ગુન્હાઓ ઉકેલવા કરતા ઉલજાવી ભોળી જનતાને બેન્ક એકાઉન્ટ સિઝ કરી વારંવાર ધક્કા ખવડાવે છે ખરેખર ગે.કા.હવાલા વેવારને અટકાવા ને બદલે હવાલાજ સુલટાવી તગડી વસુલાતો થઈ રહીછે પ્રજાના ટેક્ષના પૈસા થી ચુકવાતા લાખોરુપીયાનો પગાર અને નોકર-ચાકર બંગલાઓ ગાડીઓ સહીતની વૈભવી સુવિધાઓ ભોગવતા શહેર મા ફરજ બજાવતા ૧-ડઝન જેટલા ઉંચ્ચ પોલીસ અધિકારીઓ પોતાની AC ચેમ્બર છોડી નિયમિત- નિયમ અનુસાર અને નિષ્ઠા પુર્વક ફીલ્ડમા નિકળી પોતાની ફરજ બજાવે તોજ શહેર મા છાશવારે નાની બાબતો મા થતા ટપોરીયો ના ગુન્હાઓ દારૂ-જુગાર અને નશીલા પદાર્થો ના બેફામ વેચાણના ધંધાઓ બંધ થશે જે ગુન્હોનુ મુળ છે અધિકારીઓ ની પોલીસ સ્ટેશનની નિયમિત અને સરપ્રાઇઝ ચેકિંગ થી પોલીસ સ્ટેશન મા નિચે સુધી વ્યાપેલો ભ્રષ્ટાચાર પણ થોડા ઘણે અંકુશ મા આવશે આગામી દિવસોમા વિવિધ તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે પ્રજાના જાનમાલ ની સલામતી માટે અને ગુન્હાખોરી ની નાબુદી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ તે ખૂબ જરૂરી છે જે ધ્યાને લઈ ઉંચ્ચ અધિકારીઓ પોલીસ તંત્રને પ્રજાભિમુખ બનાવે તેવી લોક માંગ ઉઠી છે.
(3:37 PM IST)










