News of Thursday, 22nd August 2024
રૈયા લાઇટ હાઉસ ક્વાર્ટરના વિનોદપરીએ ફિનાઇલ પીધું: વ્યાજખોરી કારણભુત
અલગ અલગ લોકો વ્યાજ માટે ધમકી આપતાં હોવાનું સ્વજનોનું કથન

રાજકોટ તા. ૨૨: રૈયા ગામ લાઇટ હાઉસ ક્વાર્ટર વીંગ-૮માં રહેતાં રિક્ષાચાલક વિનોદપરી નવલપરી ગોસ્વામી (ઉ.વ.૪૦) નામના યુવાને બપોરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, બળુભા જાડેજાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
વિનોદપરી બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. સંતાનમાં ત્રણ દિકરી છે. તેના પરિવારજનોએ કહ્યું હતું કે દિકરીઓના ભણતર માટે અને માતાની બિમારીની સારવાર માટે વિનોદપરીએ અલગ અલગ લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. જેનું તે નિયમીત વ્યાજ ભરતો હતો. હાલમાં ધંધો ચાલતો ન હોઇ વ્યાજ ચડત થઇ જતાં અને વ્યાજખોરો ગાળો દઇ પઠાણી ઉઘરાણી કરતાં કંટાળી જતાં તેણે ફિનાઇલ પી લીધુ હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે
(3:39 PM IST)










