News of Thursday, 22nd August 2024
આંચકી ઉપડયા બાદ સત્યમ્ પાર્કના ૨૧ વર્ષના મીત ભટ્ટનું મોત
કુબલીયાપરાના ભલાભાઇ રાઠોડનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત

રાજકોટ તા. ૨૨: એંસી ફુટ રોડ પર હુન્ડાઇના શો રૂમ સામે સત્યમ્ પાર્કમાં રહેતાં મીત પ્રદિપભાઇ ભટ્ટ (ઉ.વ.૨૧)નું આંચકી ઉપડયા બાદ બેભાન થઇ જતાં મૃત્યુ થયું છે.
મીત સવારે ઘરે હતો ત્યારે એકાએક આંચકી ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મીત બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તે લાંબા સમયથી બિમાર રહેતો હતો. બે દિવસથી તાવ હતો અને આજે આંચકી પણ ઉપડી હતી. તેના પિતા ઇલેક્ટ્રીક કામ કરે છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, બળુભા જાડેજા સહિતે થોરાળા પોલીસને જાણ કરી હતી.
બીજા બનાવમાં કુબલીયાપરા મારવાડી વાસમાં રહેતો ભલાભાઇ ભનુભાઇ રાઠોડ (ઉ.વ.૩૬) સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તે એક બહેનથી મોટો અને કુંવારો હતો. બિમાર રહેતો હોઇ હાલ કામ કરતો નહોતો. ઝાડા-ઉલ્ટી થઇ ગયા બાદ તબીયત બગડી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
(3:37 PM IST)










