તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોનો ખડકલોઃ ૭ દી'માં દબાણ દુર કરાશે
સ્થાનીકોનું ટોળુ મનપા કચેરીએ ધસી ગયું: રાવ અન્વયે સ્ટે. ચેરમેન જયમીન ઠાકર સ્થળ પર દોડી ગયાઃ મહિલાઓએ થાળી વગાડી રસ્તો ખુલ્લો કરવા માંગ કરી

શહેરના વોર્ડ નં. ૧૧ના મવડીના અંબીકા ટાઉન શીપ વિસ્તારમાં શ્રીનાથજી પાર્ક સહીતનાં લતાવાસીઓનું ટોળુ મ્યુનિ. કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને આ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા માંગ કરી હતી. સ્થાનીકોની ફરીયાદ અન્વયે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર સ્થળ પર રૂબરૂ જઇ દબાણો દુર કરવા સંબંધીત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪.૩૧)
રાજકોટ, તા.,૨૨ : શહેરમાં માથાભારે શખ્સોનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે. જે હવે ક્રાઇમ લોકેશન ધરાવતા વિસ્તારોમાં પગપેસારો કરી રહ્યો છે. ગઇકાલે અંબિકા ટાઉનશીપમાં દારૂના ધંધાર્થી ઉપર જનતા રેડ કરી પોલીસ વિભાગને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો અને આજે અંબિકા ટાઉનશિપમાં શ્રીનાથજી પાર્ક સોસાયટીનો મુખ્ય રસ્તો દબાણો કરી બંધ કરી દેવાતા સ્થાનિકો વીફર્યા હતા અને કોર્પોરેશન કચેરી ખાતે ધસી જઇ મહિલાઓએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી રસ્તો ખૂલ્લો કરવા ડે.કમિશનર અને સ્ટે.ચેરમેનને ઉગ્ર રજુઆત કરતા ચેરમેન જયમીનભાઇ ઠાકર ઘટના સ્થળે દોડી ગયા હતા. આ સ્થળ મુલાકાત દરમ્યાન સાત દિ'માં દબાણો દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી હતી.
આ અંગે કોર્પોરેશનનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી જઇ કચેરીના પરીસરમાં મહિલાઓએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી ડેપ્યુટી કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને રજુઆત કરી જણાવેલ કે, અમારા ઉપર દર્શાવેલ એપાર્ટમેન્ટ શ્રી નાથજી પાર્કમાં આવેલ છે. જે ગોલ હાઇટસની પાછળ, મવડી પોલીસ હેડક્વાર્ટસ રોડ ઉપર આવેલ છે. આ સોસાયટીમાં અમારા એપાર્ટમેન્ટ પાસે શેરી નં.૧ આવેલ છે. તેમાં ગેરકાયેદસર બાંધકામ કરી દબાણઓ કરેલ છે. આ જગ્યા ઉપરાંત કોર્પોરેશનની ટીપી ૨૬ના પ્લોટ નં.૬એની એ.ઇ.ડબલ્યુ.એસનો પ્લોટ આવેલ છે. તેની ઉપર પણ દબાણ કરી કાચા-પાકા મકાનો બનાવેલ છે અને હાલમાં પણ બનાવવાનું ચાલુ છે. આ જગ્યા ઉપર ઉભા કરેલ મકાનો ભાડે આપીને કમાવવાના રસ્તો અપનાવેલ છે.આ દબાણો માટે અમે તા.૧૫/૦૬/૨૦૨૨થી અવાર-નવાર રૂબરૂ તથા લેખિતમાં રજુઆત આપની કચેરીએ તથા ઝોન ઓફીસે રૂબરૂ રજુઆત કરવા આવેલ અને લેખીતમાં અરજીઓ આપેલ છે. છતા આજ સુધી કોઇ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી.
(3:13 PM IST)










