તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ એસો.ની વાર્ષિક સભા સંપન્ન : સુંદર દેખાવ કરનારને શિલ્ડ એનાયત

રાજકોટ : રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે મળી હતી. પ્રારંભમાં બે મીનીટ મૌન પાળી સ્વ. લાલસિંહ ચૌહાણ તથા સ્વ. અશોકભાઈ પરમારને શ્રધ્ધાંજલી અર્પણ કરાયા બાદ સેક્રેટરી રોહીત બુંદેલા દ્વારા વેલકમ સ્પીચ આપી વર્ષ દરમ્યાન કરેલ એકટીવીટીનો અહેવાલ રજૂ કરાયો હતો. બાદમાં પ્રમુખ ગુણવંતરાય ડેલાવાળાના અધ્યક્ષ સ્થાને મિટીંગની શરૂઆત કરવામાં આવેલ. ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશન દ્વારા રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસિએશનને વર્ષ દરમ્યાન વધુને વધુ ઈન્ટર ડિસ્ટ્રીકટ ફુટબોલ ટુર્નામેન્ટ રમાડવા માટે શીલ્ડ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. તેમજ ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશનનો વાર્ષિક અહેવાલ રજુ કરાયો હતો. વર્ષ દરમ્યાન નેશનલ રમેલ ખેલાડીઓ, કોચ, મેનેજર, સીલેકટર તથા સ્વયંસેવકોને મોમેન્ટો આપીને નવાજવામાં આવેલ. ટ્રેઝરર અમળતલાલ બહુરાશી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ. આ વાર્ષિક સાધારણ સભામાં એસોસિએશનના હોદ્દેદારો સર્વેશ્રી ગુણવંતરાય ડેલાવાળાની અધ્યક્ષતામાં મુકેશ બુંદેલા, બી. કે. જાડેજા, અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ, ધર્મેશ છત્રોલા, શીવરાજસિંહ ચાવડા, રાફેલ ડાભી, રોહીત પંડિત, મનદીપસિંહ બારડ, અમીત શિયાળીયા, આશિષ ગુરૂંગ, અરવિંદ મકવાણા, જયેશ કનોજીયા, કુ. મનીન્દર કેસપ, ઉપેન્દ્રસિંહ ઝાલા, સંજય પંડયા, પરેશ સોઢા, દિપકરાવ યશવંતે, કિર્તી દવે વગેરે સભ્યો ઉપસ્થિત રહેલ. (૧૬.૩)
(3:18 PM IST)










