News of Thursday, 22nd August 2024
કુવાડવા પાસે નદીમાં ન્હાવા ગયેલા સમા જીળીયાનું ડૂબી જતા મોત
માતા કપડા ધોતા'તા અને યુવાન બનેવી સાથે ન્હાવા પડતા ગરક થઇ ગયો

રાજકોટ તા. રરઃ કુવાડવા નજીક આવેલી નદીના બનેવી સાથે ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જતા મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર રૂડા ટ્રાન્સપોર્ટ પાસે ઝુપડામાં રહેતો સમા જગદીશભાઇ જીળીયા (ઉ.વ. ર૦) ગઇકાલે માતા તથા બનેવી સાથે કુવાડવા નજીક આવેલી નદી ન્હાવા ગયો હતો. તેની માતા કપડા ધોતા હતા અને બંને નદીમાં ન્હાવા પડતા સમા ડૂબવા લાગ્યો હતો બનેવીએ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ યુવાનને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક સમા જીબીયા બે ભાઇમાં નાનો હતો. તે ભંગારની ફેરી કરતો હતો. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ. કરમશીભાઇ એ તપાસ હાથ ધરી હતી. યુવાનના મૃત્યુથી પરિવારમાં શોધ વ્યાપી ગયો છે. (૭.૪૮)
(4:14 PM IST)










