તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
કાલે શિવમ ગ્રૂપ દ્વારા રૂા. ૧૭૦ માં બે કિલો ફરસાણ અને મીઠાઇ વિતરણ

રજકોટઃ શિવમ ગ્રૂપ પૂર્વ કોપોરેટર તેમજ સેવાભાવી સ્વ. પ્રવિણસિંહ પરમાર ના સ્મરણાર્થે સાતમ આઠમના તહેવાર નિમિતે સતત ૨૪ માં વર્ષે રાહત દરે ફરસાણ તેમજ મીઠાઇ વિતરણનું આયોજન તા. ૨૩- ને શુક્રવારે સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી રાખેલ છે.
આ કાર્યક્રમમાં રૂા. ૧૭૦ માં ર કિલો ફરસાણ તથા મીઠાઇ આપવામાં આવશે. ઉદ્ઘાટન જાણીતા ઉધોગપતી રમેશભાઇ પટેલ (પટેલ બ્રાસ-વર્કસ) દિપ પ્રાગટય શ્રી શંભુભાઇ પરસાણા (પ્રશાંત કાસ્ટીંગ) તથા નારણભાઇ પટેલ (ઇન્ડીયા બ્રાસ) ના હસ્તે રાખેલ છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિવમ ગ્રૂપના કુલદિપસિંહ પરમાર, વિપુલ પટેલ, ગિરિરાજસિંહ જાડેજા, જયેશ ઉદેશી, ધવલ જોષી, કલમ લિંબડ,ચેતન શુકલ, સંજય ધીનોજા રાજુ જોષી,મહેન્દ્ર કામલીયા,પંકજ પરમાર, અતુલ કારીયા, વિશાલ ભીમાણી,ભરત દાવડા, પરાગ પરમાર, ઉદયભાઇ પરમાર, વિજય પ,પરમાર,પાથિવ દવે,તથા સર્વે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. શિવમ ગ્રૂપ દ્વારા જાહેર જનતાને વિતરણ નો લાભ લેવા અનુરોધ કરાયો છે. સ્થળ શિવમ પ્રોપટીઝ, ૪, પુજારા પ્લોટ કોર્નર,પુજારા પ્લોટ મેઇન રોડ જલારામ બેકરી તથા ચિરાગ મેડીકલની બાજુમાં,કાંતાસ્ત્રી વિકાસ ગૃહ મેઇન રોડ,રાજકોટ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:17 PM IST)










