<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

નરેન્‍દ્રભાઇને ભુપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા રજુ કરાયેલ અભિનંદન પ્રસ્‍તાવને ઉદય કાનગડે પૂર્ણ સમર્થન આપ્‍યુ

ગુજરાત વિધાનસભા ચોમાસા સત્રમાં રાજકોટ-૬૮ના ધારાસભ્‍યનું વકતવ્‍ય

રાજકોટ તા.રરઃ ગુજરાત વિધાનસભાના ચાલી રહેલ ચોમાસા સત્ર દરમ્‍યાન મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇને સતત ત્રીજીવાર ચુંટાઇ આવવા બદલ અભિનંદન પ્રસ્‍તાવ રજુ કર્યો હતો.

આ અભિનંદન ઠરાવને રાજકોટ-૬૮ના ધારાસભ્‍ય ઉદય કાનગડે પુર્ણ સમર્થન આપતા જણાવેલ કે, દેશની જનતાએ સતત ત્રીજી વખત નરેન્‍દ્રભાઇ મોદી ઉપર વિશ્‍વાસ મુકી દેશનું સુકાન સોપ્‍યું છે. મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રધાનમંત્રીશ્રીને આપેલ અભિનંદન પ્રસ્‍તાવને પુર્ણ સમર્થન આપી વકતવ્‍ય આપ્‍યું હતું.(૨.૨૮)

(4:46 PM IST)