<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

રાજકોટ માર્કેટયાર્ડમાં ભીડો અને મરચાં થયા સસ્તા:કોથમરીમાં ભડકો :મણદીઠ રૂપિયા 800નો ઉછાળો: જાણો શાકભાજીના ભાવ

ગુવારનો ભાવ 20 કિલોનો 1500 રૂપિયા, કંટોલાનો ભાવ 20 કિલોના 1500 રૂપિયા લીંબુનો ભાવ 20 કિલોનો 1800 રૂપિયા

રાજકોટ શાકભાજી માર્કેટ યાર્ડમાં  શાકભાજીના ભાવની વધઘટ પર બધાની નજર હોય છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના ભાવ શું રહ્યા તેની આપણે વાત કરીશું. આ ભાવ 20 કિલો પ્રમાણે જથ્થાબંધ ભાવ છે. છૂટક માર્કેટમાં ભાવ વધારે હોય શકે છે.

રાજકોટ યાર્ડની વાત કરીએ તો અહીં ગુવારનો ભાવ 20 કિલોનો 1500 રૂપિયા, કંટોલાનો ભાવ 20 કિલોના 1500 રૂપિયા લીંબુનો ભાવ 20 કિલોનો 1800 રૂપિયા અને કોથમરીનો ભાવ 20 કિલોના 2000 રહ્યો હતો. ભીડાનો 20 કિલોના ભાવ 400 રૂપિયા બોલાયો હતો.

(8:03 PM IST)