<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

રાજકોટ પોલીસને ખુલ્લો પડકાર : રેસકોર્સના બગીચાના જાહેર સ્થળમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ : જુઓ વિડિઓ

શોપીસ જેવા ઊંચાઈ પર દારૂ પીવા બેઠેલા બે ઢગાનો વાઇરલ વિડિયો,

રાજકોટમા દેશીદારૂ બાબતે જ્યાં જનતા મેદાને ઉતરીને જનતારેડ કરી પોલીસને એમની ફરજ તરફ નજર દોડવી રહી છે તેની સામે  રાજકોટના હર્દય સમાન રેશકોર્ષના બાળકોના બગીચાના જાહેર સ્થળમાં વચોવચ સોપિસ જેવા ઊંચાઈ પર જઈને ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા દે ઢગા નો વાઇરલ વિડિયો સામે આવેલ છે

રાજકોટના હર્દય સમાન રેશકોર્ષ જ્યાં તમામ ઉંમરના લોકોનું અવર જવર રહેતું હોય જ્યાં લોકો મનોરંજન માટે શાંતી માટે જતા હોય તેવા રેશકોર્ષમા આવારા અને લુખા તત્વોનો વસવાટ હવે જામ્યો છે. તેનું ઉદાહરણ આ વિડિયો સાબિતી આપે છે, 

  રાજકોટમા હમણાજ જાહેર જનતા રેડ દ્વારા દેશીદારૂના હાટડાને બંધ કરવા જનતા મેદાને આવેલ છે તેવામાં આ વાઇરલ વિડિયો પોલીસની કામગીરી બાબતે પણ અનેક સવાલો ઉપાડી રહ્યાછે. સાથે સાથે પોલીસનો ખોફ હવે ઓસરી ગયો હોય તેવું પણ પ્રતીત થઈ રહેલ છે ત્યારે જનતાનો રક્ષક હવે કાયદો ક્યાં અને કેવીરીતે પગલા ભરશે તેતો જોવું રહ્યું.

(10:20 PM IST)