<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

ઈન્‍સ્‍ટાગ્રામ પર મેસેજ કરી ખરાબ ફોટા મોકલી હેરાન કરાતાં ધોરણ-૧૧ની છાત્રાનો આપઘાત

માળીયા હાટીનાના કાલંભડા ગામની ૧૫ વર્ષની યશવંતિ એસિડ પી જતાં રાજકોટમાં દમ તોડયોઃ માણાવદરનો છોકરો પરેશાન કરતો હોવાનો આક્ષેપઃ પરિવારમાં ગમગીનીઃ પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૨૩: ઇન્‍ટરનેટના યુગમાં સોશિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ થતો હોય છે. જો કે અલગ અલગ માધ્‍યમો થકી અમુક લોકો બીજાને હેરાન કરવાના અવળા ધંધા પણ કરતાં હોય છે. ઇન્‍સ્‍ટાગ્રામ મારફત ધોરણ-૧૧ની છાત્રાને એક શખ્‍સ સતત મેસેજ કરી મળવાની વાત કરી તેમજ ખરાબ ફોટા મોકલી હેરાન પરેશાન કરતો હોઇ કંટાળીને તેણીએ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. માળીયા હાટીનાના કાલીંભડા ગામની આ વિદ્યાર્થીનીને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ, બળુભા જાડેજા સહિતે માળીયા હાટીના પોલીસને જાણ કરી હતી. વધુ માહિતી મુજબ કાલીભડા ગામે રહેતી યશવંતી નયનભાઇ સોલંકી (ઉ.વ.૧૫) નામની સગીરાએ ૨૧મીએ સાંજે એસિડ પી લેતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ પિતા નયનભાઇએ જણાવ્‍યું હતું કે મારી દિકરી યશવંતી ધોરણ-૧૧માં ભણતી હતી. તેને ઇન્‍સ્‍ટાગ્રામ પર એક શખ્‍સ સતત મેસેજ કરી ધરાર મળવા આવવા દબાણ કરતો હતો અને ખરાબ ફોટા મોકલી હેરાન કરતો હતો. આ વાત દિકરીએ એસિડ પી લીધુ પછી સારવારમાં હતી ત્‍યારે અમારા સગાને જણાવતાં અમે તેનો વિડીયો પણ બનાવી લીધો હતો. આ શખ્‍સ માણાવદર તરફનો હોવાનું અમને જાણવા મળ્‍યુ છે. તેમ વધુમાં નયનભાઇએ જણાવ્‍યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે

(12:00 PM IST)